રાણપુરના 50 વર્ષેય મહિલાને પતિએ નજીવી બાબતે આપ્યા તલાક મહિલાએ પતિ વિરોધ ફરિયાદ નોંધાવી - At This Time

રાણપુરના 50 વર્ષેય મહિલાને પતિએ નજીવી બાબતે આપ્યા તલાક મહિલાએ પતિ વિરોધ ફરિયાદ નોંધાવી


બોટાદ જિલ્લામાં પ્રથમ વખત ત્રીપલ કલાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જિલ્લાના રાણપુર શહેરમાં રહેતા અને ત્રણ સંતાનની માતા 50 વર્ષીય મહિલાને તેના પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતા મહિલાના પતિએ ત્રણ વાર તલાક બોલી તલાક આપતા મહિલાએ તેના પતિ વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનને ગુનો નોંધાવતા પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રહેતા 50 વર્ષીય મુમતાજ બેને તેમના પતિ શરીફભાઈ અબ્દુલભાઈ ગાંજા વિરોધ તલાક મામલે રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી મુમતાજબેન જેઓનું પિયર બોટાદ છે અને 30 વર્ષ પહેલાં તેમના લગ્ન રાણપુર ગામે રહેતા શરીફ અબ્દુલ ગાંજા સાથે થયેલા છે તેમને ત્રણ દીકરી અને એક દીકરો છે પરંતુ મુમતાજ બેનને તેના પતિ શરીફ સાથે નાની નાની બાબતોમાં વારંવાર તકરાર થતી હતી જ્યારે બે દિવસ પહેલાં નાની બાબતે તકરાર થતા મુમતાજ બેનના પતિ શરીફ ગાંજાએ તેમના ઘરે પરિવારના સભ્યોની હાજરીમાં ત્રણવાર તલાક બોલીને મુમતાજ બેનને તલાક આપ્યા હતા જ્યારે મુમતાજ બેને તેમના પરિવારને વાત કરતા તેમના પરિવારે શરીફ ભાઈ ને સમજાવ્યા હતા પરંતુ શરીફ સમજ્યો ન બતો. જેથી મુમતાજ બેન ને રાણપુર પોલીસ સ્ટેશનને તેના પતિ વિરોધ ફરિયાદ આપી હતી જ્યારે રાણપુર પોલીસે શરીફ ભાઈ ગાંજા વિરોધ મુસ્લિમ અધિનિયમ હેઠળ કલમ 498 (3),323,504,506,(2) મુસ્લિમ અધિનિયમ 2018 કલમ 3,4 મુજબ ફરિયાદ નોંધી હતી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.