રાણપુર શહેરમાં આવેલા આત્મ બલિદાનના ગૌરવ પ્રતિકરૂપ ગુજરાતમાં એકમાત્ર જલ જોહર સ્થાન એટલે ઐતિહાસિક રાણાજી નો ગઢ - At This Time

રાણપુર શહેરમાં આવેલા આત્મ બલિદાનના ગૌરવ પ્રતિકરૂપ ગુજરાતમાં એકમાત્ર જલ જોહર સ્થાન એટલે ઐતિહાસિક રાણાજી નો ગઢ


રાણપુર શહેરમાં ભાદર અને ગોમા નદીની વચ્ચે રાણાજી ગોહિલ નો ગઢ આવેલો છે આ ગઢ નો ઇતિહાસ એવો છે કે ઈ.સ. ૧૨૯૦માં તેમના પિતાજી સેજકજીનુ અવસાન થયું હતું ત્યારે સેજકજીના મોટા પુત્ર રાણાજી ગોહિલ ને ગાદી સોંપવામાં આવી હતી તેમના સંરક્ષણની દ્રષ્ટિએ રાણપુર ની આજુબાજુ ની જગ્યા યોગ્ય લાગતા સેજકપુરથી તેમની ગાદી તેમના નામ રાણાજી ઉપરથી રાણપુર વસાવી ત્યાં ગાદી ફેરવી હતી સરક્ષણની દ્રષ્ટિ વિચારી નદીના કિનારે ટેકરી ઉપર કિલ્લો બનાવીને તેમાં રાણાજી મહેલ બનાવ્યો હતો ગોહીલ કુળનું સૌરાષ્ટ્રમાં આગમન બાદ તેમનો બનાવેલો આ પ્રથમ કિલ્લો છે ઈ.સ.૧૩૦૯ માં અલાઉદીન ખીલજીના લશ્કરની રાણપુર ઉપર ચડાઈ કરવામાં આવે અને રાણપુર ની નજીકમાં આવેલ કનારા ગામ સુધી અલાઉદ્દીનનું લશ્કર પહોંચી જાય છે જેની જાણ સૈનિક રાણપુર જય રાણાજી ને ખબર આપે છે કે" રાણા રમતું મેલ કટક આયુ કનારા" આ કહેવત આજે પણ રાણપુર વિસ્તારની સમગ્ર પ્રજા બોલે છે રાણાજી સંભાળીને લશ્કર સાથે કરનારા પહોંચી જાય છે યુદ્ધ થાય છે અને રાણાજી આ યુદ્ધમાં ખપી જાય છે તેમનો ધ્વજ નીચે પડી જાય છે આ યુદ્ધ રાણીઓ જોઈ રહ્યા હતા ધ્વજને નીચે પડી જતા જોઈ આ રાણીઓ તેમના કુટુંબની મહિલાઓ સાથે બાજુમાં આવેલા કુવામાં આત્મ બલિદાન કરે છે અને જાહેરમાં ઘણો તફાવત છે પતિના મૃત્યુ બાદ તેમની પત્ની પતિની ચિંતા બેસી પતિ સાથે અગ્રિસંસ્કાર કરે છે તેને સતી કહેવાય છે પતિ યુદ્ધમાં હારી ગયા હોય અને કેદ થયા હોય અથવા ખપી ગયા હોય ત્યારે દુશ્મનો આવી પોતાની સતીત્વ મર્યાદા નું ઉલધન ન કરી શકે તે માટે પોતાના રક્ષણ માટે આત્મબલિદાન આપે તેને જાહેર કરવામાં આવે છે રાણપુરના ઐતિહાસિક કિલ્લામાં આત્મબલિદાનના ગૌરવ પ્રતિકરૂપ ગુજરાતમાં એકમાત્ર જલ જોહર સ્થાન છે રાજપુતાણીઓના સોહનની સૂર્યકથાની સ્મૃતિઓ જેની સાથે વર્ણવેલ છે તે પૂર્ણભૂમિ દર્શન કરવાની દરેક રાષ્ટ્રપ્રેમી અને શૌર્યવાન વીર વીરાંગનાઓની ભાવના હોવી જોઈએ આજે પણ આ કિલ્લાઓ એવા જ લાગી રહ્યા છે કે જ્યાં રાણાજી ગોહિલ પોતે રાજ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હાલમાં બાજુમાં જ જ્યાં સાતે સાત રાણીઓને જાહેર કર્યું હતું તે કૂવો પણ હાલમાં ત્યાં જ છે હાલમાં ગઢની અંદર બળદ ગાડાને હાથી ઘોડા ના શણગારના સામાનનો પણ એક રૂમ હાલમાં છે જ્યાં રાણાજી ગોહિલના હથિયાર ભાલા તલવાર ઢાલ અને અનેક સામગ્રીઓ પણ એક ખંડની અંદર રાખવામાં આવેલ છે રાણપુર શહેરમાં આવેલ ઐતિહાસિક ઘરોહર સમા રાણાજી નો ગઢ તે રાણપુર સહિત રાજ્યનું ગૌરવ સમાજ છે આજની યુવા પેઢી માટે એક જોવા અને સમજવા લાયક આ જગ્યા રાણપુર શહેરમાં આવેલી છે પહેલાના રાજા રજવાડાની પ્રણાલિકા જૂની પરંપરાઓ રીતરિવાજો રાજાનો પ્રજા પ્રત્યે પ્રેમ ભાવના રાજાઓનો પોતાની ભૂમિ માટેની બલિદાનનો ની વાતો તે આજની યુવા પેઢી માટે રાણા નો ગઢ એ ઐતિહાસિક સંભારણું છે આ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને વિકાસ થાય તેમજ ટુરીઝમ ક્ષેત્રે સરકાર દ્વારા ડેવલપ કરે તેવું લોકો માંગ કરી રહ્યા છે ત્યારે રાણપુરના મહિલા આગેવાન બેન પર મારે રાણાજીના ગઢના ઐતિહાસિક દુહાની લાઈન સાથે તેમણે ઘટના ઐતિહાસિક જણાવી આ સ્થળનો સરકાર દ્વારા વિકાસ કરવામાં આવે તો આ સ્થળ એક ફરવા લાયક તેમજ હેરિટેજ સ્થળ બની શકે તેમ જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.