રાણપુર શહેરમા લાખોના ખર્ચે તૈયાર કરેલો ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન જર્જરીત ટાંકીને તાત્કાલિક જમીન દોસ્ત કરવા લોકોની માગ - At This Time

રાણપુર શહેરમા લાખોના ખર્ચે તૈયાર કરેલો ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન જર્જરીત ટાંકીને તાત્કાલિક જમીન દોસ્ત કરવા લોકોની માગ


રાણપુર શહેરમા આવેલ ૫૦ વર્ષ જુની પીવાના પાણી માટે બનાવેલ ટાંકી હાલ જર્જરીત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થાય અને મોટી દુર્ધટના સર્જાઇ તેવી શક્યતાઓ છે તેમજ ૩૦ વર્ષ પહેલા રૂપિયા ૨૫ લાખના ખર્ચે બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ હાલ ધુળ ખાઈ રહ્યું છે અને શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે ત્યારે રાણપુર ગામ પંચાયત દ્વારા જર્જરીત ટાંકી અને ફિલ્ટર પ્લાન્ટ ને લઇને સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા નવી ટાંકી બનાવવાની મંજૂરી ન આપ્યાનું ગામ પંચાયત ના સરપંચ જણાવી રહ્યા છે ત્યારે તાત્કાલિક વર્ષો જુની જર્જરીત પાણીની‌ ટાકીને જમીન દોસ્ત કરી નવી ટાંકી બનાવી ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે બોટાદ જિલ્લાનુ રાણપુર કે ૩૫ હજારની વસ્તી ધરાવતું શહેર છે અને ૩૫ ગામડાનો તાલુકો છે તો રાણપુર શહેરમાં ગામ પંચાયત આવેલી છે ત્યારે રાણપુર શહેરને પીવાના પાણીની વ્યવસ્થાને લઈને પાણીની ટાંકી બનાવેલી છે જેને આજે ૫૦ વર્ષ જેવો સમય થઈ ગયો છે જેથી આ ટાંકી એકદમ જર્જરીત હાલતમાં છે અને કોઈ પણ સમયે ટાંકી ધરાશાયી થાય તેવી સ્થિતિ છે જ્યાં પાણીની જર્જરીત ટાંકી છે ત્યાં રહેણાંકી વિસ્તાર છે જેથી મોટી દુર્ધટના સર્જાઇ શકે તેવો લોકોને ડર છે તેમજ રાણપુર ના શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ૩૦ વર્ષ પહેલા રૂપિયા ૨૫ લાખના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો છે પરંતુ પ્લાન્ટ બનાવ્યા પછી એક પણ વખત તેનો ઉપયોગ થયો નથી અને હાલ ધુળ ખાઈ રહ્યો છે આ ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે ત્યારે જર્જરીત પાણીની ટાંકીને જમીન દોસ્ત કરી નવી ટાંકી બનાવીને ધુળ ખાતો પ્લાન્ટ શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે .

બોટાદ બ્યુરો : ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.