ધંધુકા ની બેંક ઓફ બરોડા બેંક ની અંદરથી માળિયું તૂટેલી હાલતમાં જોવા મળ્યું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ની બેંક ઓફ બરોડા બેંક ની અંદરથી માળિયું તૂટેલી હાલતમાં જોવા મળ્યું
અમદાવાદ જિલ્લાના ધંધુકા સ્ટેશન રોડ પર આવેલ બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચની અંદર માળિયું તૂટી ગયેલું જોવા મળ્યું. તાલુકામાં સૌથી જૂની બ્રાન્ચ હોવાથી લોકોની ખુબ ભીડ જોવા મળતી હોય છે ને બાળકો, મોટી ઉંમરના વૃદ્ધ માણસો તેમજ નાના બાળકો લઈને આવતી સ્ત્રીઓ ખુબ મોટી સંખ્યામાં આવતા હોય છે. બેન્કની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં આ લટકતા પતરા કે પાઇપ કોઈના માથે પડે તો ગંભીર ઇજા થઇ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી છે. તમામ સ્ટાફની જાણ હોવા છતાં કોઈ નક્કર પગલાંઓ લેવાયા નથી કે કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી. હવે જોવાનું રહ્યું તંત્ર ગ્રાહકો માટે શું તકેદારીના પગલાંઓ લે છે...?
રીપોર્ટર સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.