સિહોર રેલવે સ્ટેશન ખાતે કમિટી સભ્યોએ મુલાકાત લીધી,
તાજેતર માં તા ૨૧/૧/૨૪ રવિવાર ના રોજ સિહોર રેલવે સ્ટેશન કંસ્લ્ટેટિવ કમિટી ના સભ્યશ્રીઓ (૧) ભરતભાઈ જી મલુકા (૨)ઘનશ્યામભાઈ પરમાર(૩)વિજયભાઈ મકવાણા (૪)અનિલભાઈ ગોહિલ (૫)શૈલેષભાઈ છાટબાર સિહોર રેલવે સ્ટેશન ની મુલકાત કરતા સ્ટેશન માસ્ટર આર એન સોલંકી સાહેબે સાથે રહી સ્ટેશન ના અમૃત વર્ષ નિમિતે કેન્દ્ર સરકાર ની ગ્રાન્ટ થી સ્ટેશન નું ચાલતું રીનોવેશન કામ ની માહિતી આપવામાં આવેલ સભ્ય શ્રી ઓ દ્વારા મુસાફરો ને પડતી મુશ્કેલી જેવી કે એક બીજા પ્લેટફોર્મ પર જવાના પુલ ની કામગીરી ઝડપ થી થાય તેવા પગલાં લેવા સિહોર જંક્શન હોવા થી આવતી જતી દરેક ગાડી ને સિહોર સ્ટોપ આપવા ભલામણ કરેલ સ્ટેશન પર ટ્રેનની સમયસારણી નું બોર્ડ નવું અને મોટું બનાવવાની ભલામણ કરેલ હાલમાં કામકાજ શરૂ હોય મુસાફરો ને ઓછાઓછી અસુવિધા થાય તેનો ખ્યાલ રાખવા કહ્યું જ્યાં સુધી ઘાંઘળી ફાટક નો બ્રિજ ન બને ત્યાં સુધી ફાટક પાસે બન્ને બાજુ ડીવાઈડર બનાવી આવવા જવામાં સુગમતા રહે તેવું કરવા માટે ચર્ચા કરતા તે કામ રોડ ખાતા નું હોવા થી પાલિકા અથવા RNB મા કહી વહેલી તકે ઘટતું કરવાનું નક્કી થયું બીજા ઘણા જ નાના મોટા સૂચનોની ચર્ચા થઈ હવે પછી આવતા દિવસો મા જ્યારે મિટિંગ થાય ત્યારે પબ્લિક પાસે થી પણ સુચનો હોય તો લેખિત મા લેવા તો ઉપરોક્ત સમિતિ ના સભ્યો ને આપ આપના સૂચનો લેખિતમાં પહોચાડો તેવી વિનંતી આપના સૂચનો નો યોગ્ય નિકાલ માટે સમિતિ પૂરેપૂરો પ્રયાસ કરશે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.