ગુરૂકુળ થી પૂજ્ય સંતો એ સૌથી લાંબી રેલી નું પ્રસ્થાન કરાવ્યું દર્શનીય નજરા સાથે શહેર ના રાજમાર્ગો ઉપર જયજય શ્રી રામ ના નાદ સાથે ફરી. અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્ય ઉજવણી ઓનો આજ થી પ્રારંભ. - At This Time

ગુરૂકુળ થી પૂજ્ય સંતો એ સૌથી લાંબી રેલી નું પ્રસ્થાન કરાવ્યું દર્શનીય નજરા સાથે શહેર ના રાજમાર્ગો ઉપર જયજય શ્રી રામ ના નાદ સાથે ફરી. અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્ય ઉજવણી ઓનો આજ થી પ્રારંભ.


ગુરૂકુળ થી પૂજ્ય સંતો એ સૌથી લાંબી રેલી નું પ્રસ્થાન કરાવ્યું

દર્શનીય નજરા સાથે શહેર ના રાજમાર્ગો ઉપર જયજય શ્રી રામ ના નાદ સાથે ફરી.
અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્ય ઉજવણી ઓનો આજ થી પ્રારંભ.

દામનગર સમગ્ર શહેર રામમય બન્યું સ્વામી નારાયણ ગુરુકુળ થી પૂજ્ય સંતો એ સૌથી લાંબી રેલી નું પ્રસ્થાન કરાવ્યું અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્ય ઉજવણી ઓનો પ્રારંભ ઠેર ઠેર ધજા પતાકા કમાન દરવાજા ને રોશની નો ઝળહળાટ સરકારી મિલકતો અને ખાનગી સંસ્થા ઓને મનમોહન સુશોભન કરાયું આજ થી ત્રણ દિવસ અલગ અલગ શેક્ષણિક સંસ્થા દ્વારા પ્રભાત ફેરી યોજાશે
દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ના સંતો ના નેતૃત્વ માં સૌથી મોટી રેલી શહેર ના રાજમાર્ગો ઉપર જયજય શ્રી રામ ના ગગન ભેદી નાદ સાથે ફરી
સમગ્ર દામનગર શહેર રામમય બન્યું પૂજ્ય સ્વામી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી વિષ્ણુપ્રસાદદસજી સ્વામી આનંદસ્વરૂપદાસજી એ ગુરૂકુળ ખાતે થી રેલી પ્રસ્થાન કરાવી સમગ્ર ગુરૂકુળ શેક્ષણિક સંકુલ ના કર્મચારી સ્ટાફ એવમ પ્રાથમિક શાળા થી લઈ ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ ના હજારો છાત્ર સહિત શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ રાજકીય અગ્રણી વિશ્વ હિન્દુ પરિષદ વેપારી ઓની વિશાળ હાજરી માં રેલી શહેર ના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી ઠેર ઠેર રોડ રસ્તા ની બંને તરફ શહેરીજનો એ દર્શન કરી ધન્યતા અનુભવી
સરદાર ચોક ખાતે પધારેલી વિશાળ રેલી માં વિદ્યાર્થીની ઓએ ભાવગીત પ્રસ્તુત કર્યું હતું
સરદાર વલભભ પટેલ ની પ્રતિમા ને પૂજ્ય સંતો એ પુષ્પહાર અર્પણ કર્યા હતા
ભગવાન શ્રી રામચંદ્રજી ની સામુહિક આરતી કરી હજારો વિદ્યાર્થી ઓ વિદ્યાર્થીની ઓ અને શહેરીજનો ની ઉપસ્થિતિ માં જયજય શ્રી રામ ના નારા લાગ્યા હતા સમગ્ર શહેર રામમય બન્યું અદમ્ય ઉત્સાહ સાથે રામનામ ની આહલેક જગાવતી રેલી થી દર્શનીય નજારો રચાયો હતો હજારો ધર્મ ધ્વજ પોસ્ટર બેનર અને ખેસ ઘારી ની વિશાળ રેલી આકર્ષણ નું કેન્દ્ર બની સાનુકૂળ સાંપ્રત સમયે ધર્મ સંસ્કૃતિ નો પરચમ લહેરાવતી ભગવાન શ્રી રામચંદ્રજી ની મૂર્તિ પ્રતિષ્ઠા ને લઈ સામાજિક સંવાદિતા ના દર્શન નાના મોટા ગરીબ કે તવંગર સૌ કોઈ ઉજવણી માટે ઉદાર શહેર ના રામજી મંદિરે દૈનિક સુશોભન અને મનમોહક શણગાર કરતા શ્રધ્ધાળુ ભાવિકો માં આગામી તા૨૨ જાન્યુઆરી સુધી અનેક વિધ કાર્યક્રમો કારસેવકો નું સન્માન સહિત શહેર ભર બજારો ચોક ચોરા ચાવડી ઉપર ભવ્ય સુશોભન સાથે ઉજવણી થશે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.