ખેલમહાકુંભ-2023-24માં વિછીયા તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં લાલાવદર પ્રા.શાળાનો દબદબો યથાવત
ખેલમહાકુંભ-2023-24માં વિછીયા તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં લાલાવદર પ્રા.શાળાનો દબદબો યથાવત રાખી U-11 અને U-14 કેટેગરીમાં શિક્ષક શ્રીભુપતભાઈ કટેશિયાનાં માર્ગદર્શન સાથે તેમજ 'બાળકો જ બાળકોના ગુરુ ' ઉક્તિ મુજબ શાળાના બાળકોએ રાબેતા મુજબ સતત 12 મી વખત 'ચેસ કુશળતા'નો પરિચય કરાવતાં કુલ 9 બાળકોએ 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ. જેઓ તા.22 જાન્યુઆરી ના રોજ રાજકોટ બાલભવન ખાતે વિછીયા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. 1 થી 3 નંબર પ્રાપ્ત વિદ્યાર્થીઓ જેમાં U-11 (કન્યા) 1.અવનિકા પી.મેટાળીયા(પ્રથમ) 2 . ક્રિષ્ના એન. મેટાળીયા (દ્વિતીય) 3. ભૂમિ આર. બરોલીયા(તૃતીય) અને U-11(કુમાર) 2.કૃતિક વી. મેટાળીયા (દ્વિતીય) 3. જયેશ આર. મેટાળીયા(તૃતીય) અને
U-14 (કન્યા) (પ્રથમ ) નિરાલી સુરેશભાઈ બરોલીયા (દ્વિતીય ) ખુશી જે. ગોહિલ (તૃતીય) આરતી જે. મેટાળીયા U-14 (કુમાર) (પ્રથમ ) રણવીર એ. મેટાળીયા ઉપરાંત, લાલાવદર પ્રા.શાળામાંથી અભ્યાસ કરી હાલ અન્ય જગ્યાએ અભ્યાસ કરતાં 6 વિદ્યાર્થીઓએ પણ 1 થી 3 નંબર પ્રાપ્ત કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. આ તકે એસ. એમ.સી. અને શાળા પરિવાર તરફથી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવવા આવી હતી.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.