બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી - At This Time

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી


હાલમાં તા-10 થી 12 જાન્યુઆરીએ યોજાનાર ગુજરાત વાયબ્રન્ટ સમિટ -2024નો ખર્ચ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે..બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી કે હાલમાં તા-10 થી 12 જાન્યુઆરી 2024 સુધી યોજાનાર વાયબ્રન્ટ સીમિટ-2024 ગાંધીનગર ખાતે યોજાય રહી છે,વર્ષ 2003 થી 2023 સુધી 10 જેટલી વાયબ્રન્ટ સીમિટનું આયોજન થયું છે પરંતુ ગુજરાત રાજયની જનતાને આ સીમિટોથી કઈપણ ફાયદો થયેલ નથી,ગુજરાતમાં વાયબ્રન્ટ સીમિટમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ઇન્વેસ્ટરો આવતા હોવા છતાં ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે, જો ખરા અર્થમાં ગુજરાત વાયબ્રન્ટ સીમિટથી ગુજરાત કે ગુજરાતની જનતાને ફાયદો થતો હોય તો ગુજરાત પર આટલું દેવું શા માટે? આ વાયબ્રન્ટ સીમિટથી ગુજરાતની જનતાને શું ફાયદો?આવા અનેક પ્રશ્નો બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા સરકારને પુસવામાં આવ્યા તેમજ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાનાર આ વાયબ્રન્ટ સીમિટથી કરોડો રૂપિયાનું નુકશાન ગુજરાતની જનતાને ભોગવવું પડતું હોય છે જેથી હાલ 10 થી 12 જાન્યુઆરીએ યોજાનાર વાયબ્રન્ટ સીમિટ-2024નો તમામ ખર્ચ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પગારમાંથી ચુકવવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.