શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા એક દિવસીય પ્રવાસ યોજાયો - At This Time

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા એક દિવસીય પ્રવાસ યોજાયો


શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા મોડાસા થી મહાકાળી વડ (કંથારપુર), રીવર ફ્રન્ટ ફ્લાવર શો, અટલ બ્રિજ, અડાલજની વાવ, સ્વામિનારાયણ મંદિર, લેસર શો જોઈ મોડાસા પરતનો એક દિવસીય પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 62 સભ્યશ્રીઓ કપલમાં જોડાયા હતા. આ પ્રવાસ એક લક્ઝરી બસ અને એક ઇકો ગાડી સાથે યોજાયો હતો. પ્રવાસમાં સવારે ચા નાસ્તો, બપોરે સ્વાદિષ્ટ ભોજન, રાત્રે હળવા ભોજન સહિતનું આયોજન ગોકુલ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. સદર પ્રવાસનું પ્રમુખશ્રી રમણભાઇ પ્રજાપતિ અને સેક્રેટરીશ્રી મુકુન્દ શાહ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડીલ શ્રી ઇસ્માઈલ કાકા તેમજ પંકજકાકા, મયુરભાઇ બુટાલા, કિરીટભાઇ શાહ સહિત સલાહકાર બોર્ડના સભ્યશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ અને સામાન્ય સભ્યશ્રીઓ કપલ સાથે જોડાયા હતા. પ્રવાસ દરમિયાન સર્વે સભ્યોએ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી અને ખૂબ આનંદ અને પ્રમોદ સાથે પ્રવાસ માણ્યો હતો. પ્રવાસ માં જોડાયેલ તમામ સભ્યોને ફુડ કીટ આપવામાં આવી હતી. જેનું સૌજન્ય શ્રી મયુરભાઈ બુટાલા, રમણભાઈ પ્રજાપતિ, નરેન્દ્રભાઈ શાહ, જયેશભાઈ ગાંધી, કિરીટભાઇ શેઠ, પ્રકાશભાઈ ભાવસાર દ્વારા મળ્યું હતું. પ્રવાસના અંતે મંત્રી શ્રી મુકુન્દ શાહે સૌ સભ્યોનો સહકાર મળ્યો હતો તે બદલ કૃતજ્ઞતા ની લાગણી અનુભવી હતી અને દરેક પ્રસંગે સભ્યોનો સહકાર મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.