૨ કિલો ૨૫૭ ગ્રામ વજનના ચાંદીના શંકાસ્પદ દાગીના કિ.રૂ.૧,૫૮,૧૩૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
આજરોજ તા.૦૧/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર,દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, લાલ તથા કાળા કલરનું આખી બાયનું ટીશર્ટ તથા ભુરા જેવા કલરનું નાઇટ પેન્ટ પહેરી ભાવનગર રાજકોટ હાઇ-વે ઉ૫ર શિહોરથી ટાણા તરફ જવાની ચોકડીએ બજરંગદાસ બાપાની મઢી પાસે સફેદ કાપડની થેલીમાં ચાંદીનાં દાગીનાં લઇને એક માણસ ઉભો છે.જે દાગીના તે કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસ નીચે મુજબના શંકાસ્પદ ચાંદીના દાગીના સાથે હાજર મળી આવેલ.જે ચાંદીના દાગીના રાખવા અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ તમામ દાગીના તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
આ માણસની પુછપરછ કરતાં તેને આ મુંગટ તેના સબંધીએ રાખવા માટે આપેલ હતો પરંતુ તેને પૈસાની જરૂરીયાત હોવાથી મુંગટ કાપડની થેલીમા નાખી સિહોર કોઇ સોનીને વેચવા માટે આવેલ હોવાનું જણાવેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે સિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
*પકડાયેલ માણસઃ-*
વિક્રમભાઇ મહાસુખભાઇ સોંડાણી ઉ.વ.૩૨ રહે.રાજીવનગર,ગોગાબાપાના મંદિર પાસે, સિહોર જી.ભાવનગર
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
ચાંદીનો બંને સાઇડમાં કાન પટ્ટીઓવાળો મોટો મુગટ વજન- ૨ કિલો ૨૫૭ ગ્રામ કિ.રૂ.૧,૫૮,૧૩૦/-નો મુદ્દામાલ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા, સ્ટાફનાં દિપસંગભાઇ ભંડારી, જયદાનભાઇ લાંગાવદરા, હરિચંદ્દસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.