થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં ૧૮૦ થી વધુ લોકોએ આરોગ્ય ચેકઅપ કેમ્પમાં તપાસ કરાવી. - At This Time

થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં ૧૮૦ થી વધુ લોકોએ આરોગ્ય ચેકઅપ કેમ્પમાં તપાસ કરાવી.


સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના વરદહસ્તે લાભોનું વિતરણ કરાયું,

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ૩૪ નવા આયુષ્માન કાર્ડ બનાવાયા હતા ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય ચેકઅપ કેમ્પમાં ૨૦ થી વધુ લોકોએ ટી બી રોગની તપાસ કરાવી તેમજ ૧૮૦ થી વધુ લોકોએ આરોગ્ય તપાસ કરાવી હતી કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિઘ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું મેરી કહાની, મેરી જુબાની' હેઠળ લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું 'ધરતી કહે પુકાર કે નાટક રજુ કર્યું હતું જે કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી ઉલ્લેખનીય છે કે, વિકાસ યાત્રા રથ તરણેતર ગામમાં પહોંચતા જ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથનું સ્વાગત કર્યું હતું ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં દસાડા તાલુકાના પાડીવાડા અને સલી ગામમાં, ધ્રાંગધ્રા તાલુકાના જસાપર અને ભેચડા ગામમાં, ચોટીલા તાલુકાના ચાણપા અને ખેરડી ગામમાં, મુળી તાલુકાના સુજાનગઢ અને પાંડવરા ગામમાં, સાયલા તાલુકાના સાંગોઇ અને શીરવાણીયા ગામમાં, લખતર તાલુકાના વિઠ્ઠલાપરા ગામમાં, ચુડા તાલુકાનાં ભેંસજાળ અને લાલીયાદ ગામમાં અને થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામમાં પણ કાર્યક્રમો યોજાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.