રાજકોટમાં ત્રણ વર્ષની બાળકી પર 50 વર્ષના ઢગાનું દુષ્કર્મ - At This Time

રાજકોટમાં ત્રણ વર્ષની બાળકી પર 50 વર્ષના ઢગાનું દુષ્કર્મ


રાજકોટને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. કોઠારીયામાં આવેલ ગુલાબનગરમાં ત્રણ વર્ષના માસૂમ ફુલને ડોસાએ કચડી નાંખતા ખળભળાટ મચી ગયો હતો. ત્રણ વર્ષની બાળકીને તેની બાજુમાં જ રહેતાં 50 વર્ષીય રામચંદ્ર પાસવાન નામના શખ્સે નમકીન આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હતો. બનાવ અંગે પરપ્રાંતીય માતા-પિતાને જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બનાવથી હતપ્રભ થયેલ પરિવારજનોએ બાળકીને સારવારમાં ખસેડી હતી અને આરોપીને તેના જ રૂમમાં પુરી દઈ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને આજીડેમ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના કોઠારીયા રોડ પર ગુલાબનગર-06 માં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને બફના કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવક સંતાનમાં બે પુત્રી છે. ગઈકાલે સવારના 11 વાગ્યાની આસપાસ તેની મોટી ત્રણ વર્ષની પુત્રી ઘર બહાર રમવા માટે ગઈ હતી. થોડી વાર બાદ તે રડતાં રડતાં ઘરે આવી હતી. તેના પિતાએ પૂછતાં તેણીએ ગુપ્તાંગના ભાગે દુખાવો થાય છે તેવું જણાવતાં તેઓએ તેમની પત્નીને વાત કરી હતી. જે બાદ એક વાગ્યે યુવાન કારખાને કામ પર ચાલ્યો ગયો હતો.
બાદમાં ત્રણ વર્ષની બાળકીને તેની માતા બાથરૂમ કરાવવા માટે લઈ જતાં બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતા માતા ચોંકી ઉઠી હતી અને તેને તેના પતિને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતાં અને બાળકીને પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે, તે ઘર બહાર રમતી હતી ત્યારે બાજુમાં રહેતો રામચંદ્ર પાસવાન તેની પાસે આવ્યો હતો અને નમકીન આપવાનું કહીં તેના રૂમમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યો હતો. વાત સાંભળી માતા-પિતાની નીચેથી જમીન સરકી ગઈ હતી અને આઘાતમાં ગરકાવ થઈ ગયાં હતાં. બાદમાં ત્યાં હાજર અન્ય સબંધીઓએ આરોપીને પકડી તેના જ રૂમમાં પુરી દિધો હતો.
બાદમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બાળકીને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને તે બાદ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી. તેમજ આજીડેમ પોલીસ મથકની ટીમ સિવિલ હોસ્પિટલે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી આરોપીનો ધરપકડ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં આઘાતમાં સરી પડેલા બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 13 વર્ષથી પરિવાર સાથે રાજકોટમાં રહે છે અને આરોપી થોડા દિવસ પહેલાં જ તેની બાજુમાં રહેવા અવ્યાનુ જણાવ્યું હતું. બનાવથી પરિવાર ભાંગી પડ્યો હતો


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.