શહેરા તાલુકાના ગ્રામીણ ડાક સેવકો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાલ માં જોડાયા
શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની બ્રાંચ પોસ્ટ ઓફિસના ગ્રામીણ ડાક સેવકો પોસ્ટ વિભાગના BPM, GDS કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા શહેરા નગરમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ અને કર્મચારીઓ દ્વારા સુત્રોચાર કરી પોતાની પડતર માંગણીઓને લઈ રજૂઆત કરી હતી.હાલ શહેરા પોસ્ટ ઓફિસ ખાતે 31 જેટલા ગ્રામીણ ડાક સેવકો હડતાળમાં જોડાયા હતા.તેમજ પંચમહાલ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ ગ્રામીણ ડાક સેવક કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. જયારે BPM, GDS કર્મચારીઓની પાંચ માગો હજુ સુધી સ્વીકારવામાં આવી નથી.જેને લઇને પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર કરી વિરોધ નોંધાવયો હતો. અમને પાંચ લાખ મેડિકલ સહાય, ગ્રેજ્યુએટી 5 લાખની, આઠ કલાકની નોકરી આપો અને બીજી મેડિકલ સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.તેમજ પંચમહાલ જિલ્લાના અંદાજીત 300થી વધુ ગ્રામીણ ડાક કર્મચારીઓ હડતાળમાં જોડાતા ટપાલ વ્યવહાર ખોરવાતા આગત્યાના જરૂરી ડોકયુમેન્ટ્સ થી લોકો અટવાયા હતા.
રિપોર્ટર,વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.