બોટાદ : “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
બરવાળાના કુંડળ ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"માં સહભાગી થતાં ભારત સરકારના જોઈન્ટ એડવાઈઝર બિસ્વરૂપદાસ
કુંડળ ગામે સ્થળ પર જ આરોગ્ય વિભાગ દ્વારા ૧૫૨ આયુષ્માન કાર્ડ બનાવાયા
મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ સહાયની સાફલ્યગાથા રજૂ કરી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'માં બોટાદ જિલ્લાના પ્રભારી અધિકારી તરીકે ભારત સરકાર, દિલ્હીના જોઈન્ટ એડવાઈઝર બિસ્વરૂપદાસ પણ સહભાગી બન્યાં હતાં ભારત સરકારના જોઈન્ટ એડવાઈઝર બિસ્વરૂપદાસ, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયા સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે કુંડળ ગામના સરપંચને નલ સે જલ યોજનામાં ગ્રામ પંચાયતમાં ૧૦૦ ટકા નળ જોડાણની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રશસ્તિ પત્ર તેમજ ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયાં હતાં કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ સહાયની સાફલ્યગાથા રજૂ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સહુએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતાકાર્યક્રમ પૂર્ણ થયા બાદ શ્રી બિસ્વરૂપદાસ સહિતના અન્ય મહાનુભાવોએ સરકારની વિવિધ યોજનાઓના ઉભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી કુંડળ ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન PMJAYના-૧૫૨ અને આભાકાર્ડના-૨૪ કાર્ડ કાઢી આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.આર.પરમાર, બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિતના આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.