મેટ્રોએ ચ રોડના નિર્માણ માટેનું કામ પાટનગર યોજના વિભાગ પર ઢોળ્યું - At This Time

મેટ્રોએ ચ રોડના નિર્માણ માટેનું કામ પાટનગર યોજના વિભાગ પર ઢોળ્યું


પાટનગર યોજના વિભાગ દ્વારા ખ રોડના રિસરફેસનું કામ શરૂ કરાયાં બાદ, મેટ્રોની કામગીરીને કારણે છેલ્લા કેટલાંય સમયથી ચ રોડના રિસરફેસનું કામ અટકેલું જોવા મળ્યું હતું. જેના રિસરફેસની કામગીરી પાટનગર યોજના વિભાગ દ્વારા હાથ ધરાશે. જો કે પાટનગર યોજના વિભાગ દ્વારા ચ-0 થી ચ-3 સુધીના રોડને તેની મૂળ સ્થિતિમાં જ બનાવી આપવા માટેની શરતી મંજૂરી આપીને મેટ્રોની કામગીરી શરૂ કરવાની પરવાનગી મેટ્રો વિભાગને આપવામાં આવી હતી. વાઈબ્રન્ટને ધ્યાને રાખીને આ કામગીરી પાટનગર યોજના વિભાગના માથે આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.