આણંદ જિલ્લામાં તા. ૯ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી
તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ,
અમદાવાદની સુચના અને માર્ગદર્શન હેઠળ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદ દ્વારા
જિલ્લા ન્યાયાલય, આણંદ અને તેના તાબા
હેઠળની તમામ અદાલતો બોરસદ, ખંભાત,
પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા, આંકલાવ અને
તારાપુર ખાતેઆગામી તા .૦૯/૧૨/૨૦૨૩
ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
કરવામાં આવ્યું છે. પક્ષકારો અનેવકીલ મિત્રોને
આ રાષ્ટ્રીય લોક અદાલતનો લાભ લેવા જિલ્લા
કાનૂની સેવા સત્તા મંડળ, આણંદના સચિવશ્રી
એ.જી.શેખ ની એક યાદીમાં જણાવાયું છે.
આ રાષ્ટ્રીય લોક અદાલતમાં મોટર વાહન
અધિનિયમ-૧૯૮૮ અંતર્ગત તકરારો સિવાયના
અકસ્માતને લગતા કેસો (એમ.એ.સી.
પી.કેસો), ફોજદારી સમાધાન લાયક કેસો,
નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ ના
કેસો, લગ્ન સબંધી ફેમીલી કેસો, મહેસુલના
કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આર.ના
કેસો, હિન્દુ લગ્ન ધારો, મુસ્લિમ લગ્ન ધારો,
ખ્રિસ્તી લગ્ન ધારો, મજુર અદાલતના કેસો,
દિવાની દાવા જેવા કેભાડાના, બેંકોના વગેરે,
વિજળીના તથા પાણીના (ચોરી સિવાયના),
પ્રિ-લિટીગેશન કેસોમાં લોક અદાલત દ્વારા
વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે
સમાધાન કરવા માટેજિલ્લા કાનૂની સેવા સત્તા
મંડળ/તાલુકા કાનૂની સેવા સમિતિ, આણંદના
ફોન નં. ૦૨૬૯૨-૨૩૮૮૧૭, તાલુકા કાનુની
સેવા સમિતિ, બોરસદના ફોન નં. ૦૨૬૯૬-
૨૨૦૮૫૩, ખંભાતના ૦૨૬૯૮-૨૨૦૨૫૨,
ઉમરેઠના ૦૨૬૯૨-૨૭૭૩૭૪, સોજીત્રાના
૦૨૬૯૭-૨૩૩૧૪૪, આંકલાવના ૦૨૬૯૬-
૨૮૦૦૧૬, તારાપુરના ૦૨૬૯૮-૨૫૫૧૩૪
અને તાલુકા કાનૂની સેવા સમિતિ, પેટલાદના
ફોન નં. ૦૨૬૯૭-૨૨૪૨
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.