અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના સ્વામી ગોવિંદ ગિરીજી શતામૃત મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા, કહ્યુંઃ ”સાળંગપુરની દરેક સેવા મને પ્રભાવિત કરે છે, દરેકે આવીને શીખવું જોઈએ”
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં સ્વામી શ્રી ગોવિંદ દેવગિરિજી મહારાજ (શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને ગીતા પરિવારના ફાઉન્ડર) સભામાં ઉપસ્થિત થયા હતા.
“આ પવિત્ર ધામમાં આવવાની મારી ઘણા વર્ષોથી ઈચ્છા હતી. સાળંગપુરના મહિમા વિશે મેં સાંભળ્યું હતું, એના કરતાં પણ વિશેષ મેં અહીં આવી અનુભવ્યું છે અને મેળવ્યું છે. મેં અહીં ભક્તોની શ્રદ્ધાના દર્શન કર્યા, અહીં આટલા બધા સાધુ-સંતોના દર્શન કર્યા અને ભગવાનની સેવા પૂજાની સાથે સાથે ભક્તો માટે અહીં જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેનું મેં જે અવલોકન કર્યું તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો છું. "
“આ પ્રકારનું ધામ દરેક જગ્યાએ નિર્માણ થાય તેનાથી આપણા ધર્મને સારો ફાયદો મળશે. અહીં જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તે પવિત્ર આત્મા ગોપાળાનંદ સ્વામી તપસ્યાનું આ પરિણામ છે. અહીં કષ્ટભંજન દેવ હનુમાનજી જાગૃત અવસ્થામાં વિરાજીત છે. લોકોમાં તેમના પ્રત્યે જે શ્રદ્ધા છે તેને જોતાં જ લાગે છે કે અહીં કરવાંમાં આવતું અન્નદાન અને ભક્તોની સેવા તેમાં પણ નિશ્ચિતતા આ દરેક વાત એટલો પ્રભાવિત કરે છે કે મને એવું લાગે છે કે દરેક તીર્થસ્થાનોએ અને સંસ્થાઓએ અહીં આવી આ વાતો શીખવી જોઈએ.” -સ્વામી શ્રી ગોવિંદ દેવગિરિજી મહારાજ (શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને ગીતા પરિવારના ફાઉન્ડર)
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.