નેત્રંગ થી ડાકોર જવા પગપાળા સંઘ થયો રવાના, ચૌદશના દિવસે ભાવિકો ધજા ચઢાવશે..
નેત્રંગ થી ડાકોર જવા પગપાળા સંઘ થયો રવાના, ચૌદશના દિવસે ભાવિકો ધજા ચઢાવશે..
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
ભરૂચ જિલ્લાના નેત્રંગ થી કારતક સુદ આઠમના દિવસે દર વર્ષે કારતક સુદ આઠમના દિવસે નેત્રંગથી ડાકોર સંઘ જવા માટે વહેલી સવરે રવાના થાય છે. આ પગપાળા સંઘે આ વર્ષે ૭૨માં વર્ષ મંગલ પ્રવેશ કર્યો.
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં રહેતા સ્વર્ગસ્થ શંકરલાલ છગનલાલ ગાંધીએ પ્રથમ તેઓની પત્ની સાથે વર્ષ ૧૯૫૧માં નેત્રંગ થી ડાકોર પગપાળા યાત્રા કરી કારતક સુદ પૂનમના રોજ ભગવાન રણછોડજીના દર્શનનો લાભ લીધો હતો. આ યાત્રા સંઘ સતત તેઓએ દેખરેખ હેઠળ સતત ૩૭ વર્ષ સુધી યોજયો હતો. તેઓનું અવસાન થતાં તેઓના પૂત્ર દિનેશ ગાંધીની દેખરેખ હેઠળ આ યાત્રા સંઘને લઈ જવામાં આવી રહ્યો છે.
તે મુજબ આ વર્ષે પણ કારતક સુદ આઠમના રોજ આ સંઘના ૭૨માં વર્ષમાં મંગલ પ્રવેશ થતાં તા.૨૦મી નવેમ્બરનાં રોજ વહેલી સવારે ગાંધી બજાર ખાતે ભજન મંડળી સાથે તુલસી ફળિયામાં આવેલ રણછોડજી મંદિર તેમજ ગાંધી બજાર ખાતે આવેલ જલારામ મંદિર ખાતે દર્શન કરી આ યાત્રા સંઘે ડાકોર જવા પ્રસ્થાન કર્યું હતું.
જેમાં ૫૦ જેટલા ભાવિક ભક્તોમાં આ યાત્રા સંઘમાં ખુબ ઉત્સાહ અને શ્રધ્ધા પુર્વક જોડાયા હતા. ભાવિક ભક્તો આ યાત્રા સંઘમાં જવા માટે છેલ્લા કેટલાક દિવસોથી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે ભાવિકભક્તો ચૌદશના દિવસે ધજા ચઢાવવા તેમજ પૂનમના દિવસે ઠાકોરજીના દર્શન કરવા માટે તેઓમાં અલગ જ ઉત્સુકતા જોવા મળી રહ્યો હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.