અમદાવાદનાં ઈસનપુર પોલીસ સ્ટેશનની સૂર્યનગર ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ની દબંગાઈ, પત્રકાર એમનાં માટે બે કોડી સમાન કહી પત્રકાર ને મૂઢ માર માર્યો. - At This Time

અમદાવાદનાં ઈસનપુર પોલીસ સ્ટેશનની સૂર્યનગર ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ની દબંગાઈ, પત્રકાર એમનાં માટે બે કોડી સમાન કહી પત્રકાર ને મૂઢ માર માર્યો.


ગુજરાત સહિત અમદાવાદ ( કર્ણાવતી ) અને મણીનગર વિધાનસભા વિસ્તારમાં પત્રકારો અને ભારતીય જનતા પાર્ટી નું પ્રભુત્વ કેટલાક પોલીસ કર્મીઓ ને સહન નથી થતું એ બાબતે પત્રકાર સાથે મણીનગર વિધાનસભા વિસ્તાર માં ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ નું કાર્યકર પદ ધરાવતા સામાજિક કક્ષા એ સ્વચ્છ અને પ્રમાણિક છબી ધરાવતા કાર્યકર ઉપર ના ઈસનપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતી અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ની જાણ બહાર સૂર્યનગર ચોકી ના કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ કર્મચારીઓ દ્વારા નિમ્ન કક્ષા નું અને માનવતા ના અધિકાર વિરૂદ્ધ નું વર્તન ૩/૪ પોલીસ કર્મચારીઓ ભેગા મળી કરેલ પત્રકાર / ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ ઉપર હાથ ચાલાકી કરી પોલીસ વિભાગ માટે શરમ જનક અને સમાજ માટે ગંભીર ઘટના ને તારીખ ૮ નવેમ્બરે ૨૦૨૩ ના સાંજ ના સમયે અંજામ આપ્યો,

પોલીસ વિભાગમાં દબંગાઈ કરતા કેટલાક પોલીસ કર્મચારીઓ એ કોઈ પણ બાબત ને જોયા જાણ્યા કે સાંભળ્યા વગર દબંગ પોલીસ કર્મચારીઓ દ્વારા જો ગુજરાત માં પત્રકાર / ભારતીય જનતા પાર્ટી ના એક બુથ પ્રમુખ ઉપર જ પોલીસ ચોકી માં લઇ જઇ હાથ ચાલાકી જેવી ગંભીર અને નિમ્ન કક્ષા ની હરકરત કરી અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને ભોગ બનનાર પત્રકર ને અમારી વિરૂદ્ધ જો ફરીયાદ કરીશ તો ભવિષ્યમાં જોઈ લેવાની પોલીસ કર્મીઓ એ ધમકી આપતા હોય અને સમગ્ર પોલીસ વિભાગ ને શરમાવે એ રીત નું વર્તન કરી ઘટનામાં કોઈ પણ કારણ વગર પત્રકાર ઉપર દબાણ બનાવવાનો પ્રયત્ન કરતા હોય અને ગુજરાતમાં સેવા સુરક્ષા અને શાંતિ સાથે કાયદો અને વ્યવસ્થા ના તો લીરેલીરા આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ એ ઉડાડયા હતા,

જો આવી ઘટનાઓ પત્રકાર, BJP ના બુથ પ્રમુખ ઉપર થતી હોય તો ગુજરાતમાં બિચારી સામાન્ય જનતા અને પ્રજા માટે સેવા સુરક્ષા અને શાંતિ ની તો વાત જ શું કરવી,

સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં પોલીસ વિભાગમાં નવી ભરતી થયેલ કેટલાક પોલીસ કર્મચારીઓ પોલીસ ની કામગીર વિરૂદ્ધ અને પ્રજાહિત ની જગ્યાએ પોતાના આર્થિકહિત ની અને પ્રજા ની અને પ્રજાની સલામતી , માલસામાન ની સુરક્ષા ની તદ્દન વિરૂદ્ધ ફરજ દરમિયાન કામગીરી કરતા કેટલાક દબંગ પોલીસ કર્મચારીઓ નો ભોગ બનતી ઘટનાઓ અનેક વાર આપ સૌ ને સમાચારો ના માધ્યમ થી જોવા જાણવા અને વાંચવા મળતી જ હશે,

આવા કેટલાક પોલીસ કર્મચારીઓ ની સામાન્ય નાગરિક, સામજીક કાર્યકરો,પત્રકારો અને રાજનૈતિક પાર્ટી સાથે અને જોડાયેલા યુવા કાર્યકરો, જીવદયા સાથે જોડાયેલા હોય તેમને સમ્માનિય.સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઇકોર્ટ ની અનેક વાર ટકોર કરવા છતાં ગેરવર્તણૂક કે હાથ ચાલાકી કરતા હોય એવા દબંગ પોલીસ કર્મીઓ સુધારવાનું જ નામ નથી લેતા ત્યારે આવી તમામ ઘટનાઓ અને બાબતો પત્રકારો તરફથી સમાજમાં ઉજાગર કરવામાં આવે છે અને આવી જ એક ઘટના અમદાવાદ ના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ વિસ્તાર ની સૂર્યનગર પોલીસ ચોકી ના કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા બનવા પામી છે જેમાં કેટલાક દબંગ પોલીસ કર્મચારીઓ દ્વારા સૂર્યનગર પોલીસ ચોકી પાસે રોડ ઉપર થયેલ અકસ્માત ની ઘટના માં બે ઈસમો રોડ ઉપર છુટા હાથ ની મારામારી કરતા હોય ઘટના ને થાળે પાડવા ની મદદ કરવા પ્રયત્ન કરવવા જતા પત્રકાર / ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ ને ઘટના સ્થળે પહોંચેલ કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા ટાર્ગેટ કરી પત્રકાર / ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ સાથે ઘટના સ્થળે થી ગુનેગાર ની જેમ નજીક પોલીસ ચોકી માં લઇ જઇ કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા મોઢા ના ભાગે મૂઢ માર માર્યો હતો અને પત્રકારત્વ વિરૂદ્ધ બે કોડી ના પત્રકારો જેવા શબ્દો સહિત અપશબ્દો બોલી અપમાનિત કરી પોતાની દબંગાઈ વાળી ફરજ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,

મિત્રો અમદાવાદ શહેરમાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા સામાન્ય નાગરિક ને અવાર નવાર હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે એમ જાણવા મળતું હોય પણ હવે તો પત્રકાર / ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ કક્ષાના કાર્યકરો ને પણ પોલીસ ની ખોટી દિશામાં થતી કામગીરી અને દમન નો ભોગ બની રહ્યા છે...શું આજ છે આપણો ગતિશીલ ગુજરાત નો વિકાસ...?

આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ પત્રકારો કે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો વિરૂદ્ધ ખોટી માસિક ધરાવતા હોય કોઈ પણ ઘટના સમયે પત્રકાર / ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ ઉપર ખોટા આક્ષેપો કરી પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીમાં લઈ જઈ ચોકી માં ભૂખ્યા વરું ની જેમ કોઈ પણ વાત કે રજુઆત સાંભળ્યા વગર પત્રકાર / ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ ઉપર પોલીસ કર્મચારીઓ હાથ ચાલાકી કરતાં તૂટી પાડતા હોય છે અને આવો જ એક કિસ્સો અમદાવાદ શહેર ની એક પોલીસ ચોકી પાસે તારીખ ૮ નવેમ્બર ૨૦૨૩ ના સાંજે ૫ : ૦૦ કલાક થી ૬:૩૦ કલાક ની વચ્ચે બનવા પામ્યો હતો,

અમદાવાદ ના ઈસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મિલ્લતનગર પાસે તારીખ ૮ નવેમ્બર ૨૦૨૩ ના સાંજે ૫ : ૦૦ કલાક થી ૬:૩૦ કલાક ની વચ્ચે બે દ્વિચકકી વાહન અકસ્માત ની એક ઘટનામાં બનવા પામી હતી જેમાં ત્યાં ઉભેલા એક પત્રકાર / ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરે અકસ્માત ની ઘટના જોતા ઘટના સ્થળે જઈ મદદ કરવાના આશ્રય થી મામલો થાળે પાડવા પ્રયત્ન કરતા હતા અને અકસ્માત થયેલ બંને પક્ષ ને પોતાની અકસ્માત ની રજૂઆત સુર્યનગર પોલીસ ચોકી ઉપર જાઈ રજૂઆત કરવા જણાવેલ આ ઘટનામાં રોડ ઉપર હંગામો થતાં પોલીસ અકસ્માત સર્જનાર બે વાહન ચાલકો ને પોલીસ ચોકી ઉપર લઈ જતાં પહેલાં આ ઘટનામાં પોલીસ ના રોષ નો કે કામ ના ભારણ નો ભોગ બનનાર પત્રકાર / ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ ને પોલીસ દ્વારા પૂછપરછ કરતા ભોગ બનનાર પોતે પત્રકાર અને ભારતીય જનતા પાર્ટી ના મણીનગર વિધાનસભા વિસ્તારમાં બુથ પ્રમુખ છે એમ જણાવતાં ની સાથે જ પત્રકાર અને વિસ્તારમાં સક્રિય બુથ પ્રમુખ ઉપર ને ૩/૪ પોલીસ કર્મચરીઓ એ દ્વારા વર્ધી ની રોફ જમાવવા ગયા હતા અને ભોગ બનનાર પત્રકાર / ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર ને ઇરાદા પૂર્વક ટાર્ગેટ કરી અપશબ્દો બોલી ગુનેગાર ની જેમ વર્તન કરી સૂર્યનગર પોલીસ ચોકી ઉપર લઈ ગયેલ અને પત્રકાર / બુથ પ્રમુખ ના મોઢાના ભાગે ઉપર હાથ ચાલાકી કરી મૂઢ માર માર્યો અને ભોગ બનનાર પાસે પત્રકારત્વ નું અને ભારતીય જનતા પાર્ટી નું માન્યતા વાળુ ID CARD જોવા માંગેલ અને પત્રકાર /ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ વિરૂદ્ધ ખોટા પત્રકાર હોવાનો ગુનો નોંધવાની અને જોઈ લેવા ની ધમકી ને આપી હતી,

આ ઘટના સંદર્ભે દબંગ પોલીસ કર્મીઓ એ પત્રકાર મિત્રો / ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર ને પોતાના સાથી પત્રકારો કે BJP ના ઉપરી અધિકારીઓ સાથે કે અન્ય કોઈ ની પણ સાથે ફોન થી વાત પણ ન કરવા દીધી હતી અને થોડા સમયમાં આ રોડ ઉપર સર્જાયેલ અકસ્માત ની ઘટના ના બને પક્ષકરો ની ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં કરી બંને પક્ષ ના નામ ઠામ ઠેકાણું સાદા કાગળ ઉપર લખી લઈ કોઈ પણ ગુના ની નોંઘ નહીં કરી અકસ્માત થયેલ બંને પક્ષ કારો ને જવા દીધા હતા અને પત્રકાર નું પત્રકારત્વ રદ કરવા / ભારતીય જનતા પાર્ટી ના સક્રિય યુવા કાર્યકર ની બુથ પ્રમુખ ની નિમણુક ગાંધીનગર ( કોબા ) કમલમ ખાતે જાણ કરી નિમણુંક રદ કરવા ની ધમકી પણ આપી હતી,

આ ઘટનામાં ભોગ બનનાર પત્રકાર પોતે મણીનગર વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માં બુથ પ્રમુખ નું પદ ધરાવે છે અને સામાજિક રીતે સ્વચ્છ અને પ્રમાણિક રીતે છબી પણ ધરાવે છે, આપણા દેશમાં અને ગુજરાતમાં પત્રકાર હોવું તથા ભારતીય જનતા પાર્ટી નું કોઈ હોદ્દા ઉપર ના જવાબદાર કાર્યકર હોવું એ કોઈ મહત્વ નથી ધરાવતું...? તો વાચક મિત્રો આવી પોલીસ વિભાગ ને લાંછન લગાવે એવી ઘટના જો પત્રકાર કે સત્તા પક્ષ ના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર સાથે થતી હોય તો સામાન્ય નાગરિક સાથે શું નહીં થતું હોય...?

જો કેટલાક પોલીસ કર્મચારીઓ જ સમાજ માં દેશ ના ચોથા સ્થંભ ઉપર અને ભાજપ ના કાર્યકરો ઉપર ભેગા મળી આવી નિમ્ન કક્ષા ની હરકત કરે તો એ કેટલી યોગ્ય...? અને ગુજરાત માં સામાન્ય નાગરિક માટે ની સેવા સુરક્ષા અને શાંતિ ની તો વાત જ શું કરવી,

ઘટના અનુસંધાને તારીખ ૯ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ભોગ બનનાર પત્રકારે / ભારતીય જનતા પાર્ટી માં બુથ પ્રમુખે તથા પત્રકાર સંગઠન ના પત્રકારો એ સાથે મળી અમદાવાદ શહેરના સેકટર - ૨ તથા ઝોન ૬ ના ડી.સી.પી ને લેખીત રજૂઆત કરી સત્વરે ન્યાય ની માંગણી કરેલ છે અને જો ભોગ બનનાર પત્રકાર ને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેસવાની વાત પણ પોલીસ અધિકારીઓ શ્રીઓ ને આપેલ લેખીત રજુઆત માં ઉલ્લેખ કરેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.