ધંધુકા ઓવરબ્રિજ નું કામ યુદ્ધના ધોરણે શરૂ થયું આગામી 24 ફેબ્રુઆરી સુધીમાં લોકાર્પણ થશે. - At This Time

ધંધુકા ઓવરબ્રિજ નું કામ યુદ્ધના ધોરણે શરૂ થયું આગામી 24 ફેબ્રુઆરી સુધીમાં લોકાર્પણ થશે.


ધંધુકા અમદાવાદ હાઈવે પર રેલ્વે ટ્રેક પરનો ઓવરબ્રિજ પાછલા સાત વર્ષથી અધુરો હોવાથી ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન હતા
પાછલા થોડા દિવસ થી પુલ નું અધૂરું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવતા આગામી બે ત્રણ માસ માં પુલ તૈયાર થઈ ને કાર્યરત થઈ જશે તેવો આશાવાદ તંત્ર દ્વારા વ્યકત કરવામા આવ્યો છે ત્યારે પુલનું ધમધોકાર કામ શરૂ થતાં લોકો ઝડપ થી પુલ નું લોકાર્પણ થવાની આશા સાથે ખુશી વ્યક્ત કરી રહયા છે.

ધંધુકા અમદાવાદ હાઈવે માર્ગ પર ધંધુકા નજીક આવેલ રેલ્વે ઓવરબ્રીજના અહીંથી પસાર થતાં દરેક વાહન ચાલકો માટે મોટી સમસ્યા બન્યો હતો પાછલા સાત વર્ષથી આ પુલ નું રેલ્વે ટ્રેક પર નું કામ અધૂરું રહ્યું હતું જોકે ધંધુકા સ્ટેટ આર એન્ડ બી અને રેલ્વેે તંત્ર દ્વારા તમામ બાબતો એ વિચાર વિમશૅ કર્યા બાદ પાછલા કેટલાક દિવસથી આ અપૂરું કામ કરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું.
છે આ મુદ્દે ધંધુકા આર એન્ડ બીના અધિકારી અસીલ પટેલે જણાવ્યું કે પાછલા ઘણા વર્ષથી કેટલાક કારણોસર આ પુલનું કામ અધૂરું હતું પરંતુ એ તમામ ક્ષતિઓ દૂર કરી ફરી એકવાર પુલના વચ્ચેના ભાગનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. રેલ્વે ટ્રેક પરના ભાગના કામમાં રેલ્વેની મંજૂરીઓ સહિતના તમામ કાર્ય પૂર્ણ કર્યા બાદ કામને ગતિ આપવામાં આવી છે. અને આગામી ફેબ્રુઆરી માસ સુધીમાં આ પુલ અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવે તેવી કામગીરી હાલ તંત્ર દ્વારા શરૂ કરી દેવાય છે. ધંધુકાનો આ અધુરો રેલ્વે ઓવરબિજ ટ્રાફિકની જટિલ સમસ્યા બની ચૂક્યો હતો. દરરોજ આ બોડગેજ ટ્રેક પર અનેક ગાડીઓ પસાર થતી હોવાના કારણે ફાટક બંધ થતા ફાટકની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગતી હતી જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા આ જ પ્રકારની ટ્રાફિક સમસ્યા તગડી ફાટક પાસે પણ
સતત જોવા મળી રહી છે અહીં ફાટકની ડિઝાઇન જો સુધારવામાં નહીં આવે તો ટ્રાફિકની સમસ્યા વધારે ને વધારે કપરી બને તેવું વાહન ચાલકો જણાવી રહ્યા છે ધંધુકા રેલ્વે ઓવરબ્રિજ ઝડપથી પૂર્ણ કરવા માટેની લોક માંગણીને લઈ તંત્ર દ્વારા પાછલા કેટલાક દિવસથી યુદ્ધના ધોરણે બાકી રહેલા પિલર્સ અને લોખંડના ગર્ડર મુકવા માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે તંત્ર હાલ જે કામની ગતિ એ વેગ પકડ્યો છે તે જોતા આગામી ફેબ્રુઆરી 24 સુધીમાં પુલનું કામ પૂર્ણ થતા જ આ પુલ અવરજવર માટે લોકાર્પિત કરી દેવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000734888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.