લીમખેડા ખાતે મુકબધીર અને પગની દિવ્યાંગ સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો. - At This Time

લીમખેડા ખાતે મુકબધીર અને પગની દિવ્યાંગ સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.


દાહોદ:- જીલ્લા રોજગાર કચેરી દાહોદ અને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ,લીમખેડા ,અને એનસીએસ ડીએ અને પીજીપી ગ્લાસ પ્રા.લી ગ્રુપ કંપની(કોસંબા,ઝંબુસર)ના સંયુકત ઉપક્રમે ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા માત્ર બહેરામુંગા ,અને પગની અપંગતા ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથથી કામકરી શકે તેવા ૧૮ થી ૪૦ વર્ષના ધો.8 પાસ ,10 પાસ ,.આઈટીઆઈ,12 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે તા ૨૧.૧૦.૨૦૨૩ ના સવારે ૧૦.૩૦ વાગે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન,મામલતદાર ઓફીસ સામે,લીમખેડા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેલો યોજવામા આવ્યો.ભરતી મેલામા ઝંબુસર કોસંબાની પીજીપી ગ્લાસ પ્રા લી ગ્રુપ કંપની ના અધિકારીશ્રી અલ્પેશ મકવાણા અને તેમની ટીમ દ્વારા પેકર,ચેકર અને શોર્ટર અને હેલ્પરની 150 જેટલી જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામા આવ્યા હતા ,ભરતી મેલામા 196 ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી 148 ઉમેદવારોની રોજગાર અને એપ્રેન્ટીસ પ્રાથમીક પસંદગી કરવામા આવી.ભરતી મેલામા અલ્પેશ ચૌહાણ,રોજગાર અધિકારી,દાહોદ,બી.એન.પ્રસાદ ડાયરેકટર,બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન લીમખેડા,,લીડબેંક મેનેજર દાહોદ,નેશનલ કેરીઅર સેન્ટર ડીફરન્ટલી એબલ અમદાવાદ ,સમાજ સુરક્ષા કચેરી,દાહોદ દ્વારા હાજર રહીને ઉમેદવારોને રોજગારલક્ષી અને સ્વરોજગારલક્ષી લોન સહાય અને વોકેશનલ તાલીમ યોજના અંગે વિના મુલ્યે માર્ગદર્શન આપવામા આવ્યુ .


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.