આપણા દેશમાં અનેક ધાર્મિક ઐતિહાસિક ઘટનાઓ બની છે, અનેક ઐતિહાસિક પ્રસંગો છે જે હજુ લોક મુખે ચર્ચાઈ છે અને આવા પ્રસંગો અમર છે ત્યારે આજે પોતાનાં ભાઈના વિરહ મા બે બહેનોએ પોતાના પ્રાણનો ત્યાગ કરી માતાજી તરીકે પુજાય છે અને હાલ લાખૌ લોકોના દુખ દુર કરે છે તે રામબાઈમા અને ફુલબાઈ મા ની અમર કહાની ની વાત કરવી છે. તો કોણ છે રામબાઈમા અને ફુલબાઈમા કેમ તેઓ માતાજી તરીકે પૂજાય છે શુ છે તેમની અંમર કહાની જોઈએ આ અમારો સ્પેશિયલ રીપોર્ટ
આપણા દેશમાં અનેક ધાર્મિક ઐતિહાસિક ઘટનાઓ બની છે, અનેક ઐતિહાસિક પ્રસંગો છે જે હજુ લોક મુખે ચર્ચાઈ છે અને આવા પ્રસંગો અમર છે ત્યારે આજે પોતાનાં ભાઈના વિરહ મા બે બહેનોએ પોતાના પ્રાણનો ત્યાગ કરી માતાજી તરીકે પુજાય છે અને હાલ લાખૌ લોકોના દુખ દુર કરે છે તે રામબાઈમા અને ફુલબાઈ મા ની અમર કહાની ની વાત કરવી છે. તો કોણ છે રામબાઈમા અને ફુલબાઈમા કેમ તેઓ માતાજી તરીકે પૂજાય છે શુ છે તેમની અંમર કહાની જોઈએ આ અમારો સ્પેશિયલ રીપોર્ટ..
બરવાળા તાલુકાના કુંડળ ગામે ઉતાવળી નદિના કાંઠે ફુલબાઈમા અને રામબાઈમા ના બે અલગ અલગ સ્થળે સમાધી સ્થાન આવેલા છે અહિ હજારોની સંખ્યામાં અને તમામ સમાજના લોકો બંને માતાજીના દર્શને આવે છે અને બંને માતાજી ઉપર લોકોને દ્રઢ વિશ્વાસ છે જેથી બંને માતાજીના મંદિરે માથું ટેકવતા લોકોના દુખ દુર કરે છે.
રામબાઈમા અને ફુલબાઈમા કેમ માતાજી તરીકે પૂજાય છે શું તેમનો ઈતિહાસ છે તે અમે જાણવાનો પ્રયાસ કર્યો હતો. લોક વાયકા મુજબ વર્ષો પહેલા ની વાત છે. બરવાળાના કુંડળ ગામ નજીક બેલા ગામઆવેલું અને અહિ આલાભાઈ અને તેમના બહેનો રામબાઈમા અને ફુલબાઈમા રહેતા હતા બંને બહેનોના ભાઈ આલાભાઈ કે જેઓ રોજ પશુઓ ચરાવવા જતા હતા ત્યારે તેઓ નિત્યક્રમ મુજબ પશુઓ ચરાવવા ગયા અને સાંજ પડવા છતાં તેઓ ઘરે પરત ન આવતા સવારમાં તેમના બહેનો રામબાઈમા અને ફુલબાઈમા બને તેમના ભાઈ આલાભાઈ ને ગોતવા માટે કુંડળ ગામે આવ્યા હતા ફુલબાઈમા ઉતાવળી નદીના પૂર્વ દિક્ષાના કાંઠે કે જે પાણીનો આરો કહેવાતો કે જ્યા બહેનો પાણી ભરતા હતા તે સ્થળે ફુલબાઈમા ઉભા રહ્યાં અને રામબાઈમાને ગામમાં માતરાબાપુ ની ડેલીએ પુછવા માટે મોકલ્યા હતા જયારે રામબાઈમા માત્રરાબાપુ ની ડેલીએઆવ્યા અને બાપુને પુછ્યું કે ભાઈ રાતના ઘરે નથી આવ્યા અહિ છે ત્યારે માત્રરાબાપુએ રામબાઈમાને જણાવ્યું કે આલાભાઈ સીમમાં ધીંગાણું થયું હતું અને તેમા કામ આવીગયા છે તેમ માત્રરાબાપુએ વાત કરતાજ રામબાઈમાને ધરજકો પડ્યો અને ભાઈના માઠાં સમાચાર સાંભળતાંની સાથેજ રામબાઈમા માત્રાબાપુની ડેલીએજ જમીનમાં સમાય ગયા ત્યારેઉતાવળી નદિના કાંઠે પાણીના આરે ભાઈની વાટ જોતા ફુલબાઈમા ને કોઈએ વાત કરી કે માત્રાબાપુની ડેલીએ એક ચારણની દિકરીએ પોતાના પ્રાણ આપી જમીનમાં સમાય ગયા છે એટલે ફુલબાઈમા ને ખબર પડી કે તે રામભાઈ જ હોય એટલે જે સ્થળે ફુલબાઈમા ઉભા હતા તેજ સ્થળે તે ઢળી પડ્યા અને તેણે પણ પોતાના દેહનો ત્યાગ કરી દિધો અને ત્યારબાદ આ બંને બહેનોની ગામલોકોએ સમાધી સ્થાન બનાવેલ અને કુંડળ ગામના સીમાડેઆલાભાઈ કે જેઓ આલામામા તરીકે ઓળખાય છે જેનું પણ સમાધી સ્થાન બનાવેલ અને ત્યારથી ત્રણેય ભાઈ બહેનો પુજાય છે. ગામના લોકો બને બહેનોઅને આલીયામામાની સમાધી સ્થાને દર્શન કરતા અને સમય વિતતા ગામના અનેક લોકોને નાના મોટા પરચાઓ જોવા મળ્યા જેથી લોકો બને બહેનોને માતાજી તરીકે પુજવા લાગ્યા અને કુંડળ ગામ સહિત આજુબાજુના ગામના લોકો માતાજી ઉપર શ્રધ્ધા રાખતા અને વાર તહેવારે માતાજીને લાપસી નિવેદ ધરાવતા અને વર્ષો નો સમય વિતી ગયો છતાં હાલ આ બંને બહેનો જે ફુલબાઈમા અને રામબાઈમા નોઈતિહાસ અમર છે અને લોકો માતાજીના સમાધી સ્થાને આવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છેબોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું નાનકડું ગામ કુંડળ આવેલું છે પરંતુ તેનુંઈતિહાસ ના પાને બહુ મોટું નામ ધરાવતું ગામ છે ભાઈના વિરહ મા બને બહેનોએ પોતાના પ્રાણ ત્યજી દેનારી આ બને બહેનો ફુલબાઈમા અને રામબાઈમા આજે માતાજી તરીકે પૂજાય છે અને ગામ ઉપર સંકટઆવે ત્યારે માતાજી સંકટ દૂર કરે છે કુંડળ ગામ ફરતે ઉતાવળી નદીના પાણીઆવ્યા હતા અને તે સમયે નવરાત્રી હતી ત્યારે ફુલબાઈમાના સમાધી સ્થાને થી ગરબો આકાશ માર્ગે ઉપાડ્યો અને પેલી દિશામાંઆવેલ રામબાઈમા ના સમાધી સ્થાને જઈને આખા ગામ ફરતા ગરબો રમતોઅને ગામનું રક્ષણ થતું તેવા પણ માતાજીના પરચાઆપ્યા હતા તેમજ કુંડળ ગામમાં કોઈપણ સમાજમાં દિકરીયુના લગ્ન હોય અને જાનને વળાવતાં પહેલા બને માતાજીના દર્શન કરાવી પછીજ જાનને વળાવવાની પ્રથા ચાલીઆવે છે અહિ દર વર્ષે સીઝન આવે એટલે ગામ સમસ્ત માતાજીને લાપસી ના નિવેદ ધરાવાય છે અને આખું ગામ નાતજાતના ભેદભાવ વગર સાથે મળી માતાજીની પ્રસાદી લે છે તેમજ વાર તહેવારે માતાજીનાઉત્સવ ઉજવાય છે અને નવરાત્રી દરમ્યાન પણ માતાજીનાં ઉત્સવઉજવાય છે અને માતાજી ગામનું રક્ષણ કરે છે કુંડળ ગામે આવેલ ફુલબાઈમા અને રામબાઈમા નો ઈતિહાસ આપણે જાણ્યો પરંતુ હાલ કળિયુગમાં આ બંને માતાજીએ એનેક પરચા આપ્યા છે અનેઅનેક દુખીયાના દુખ માતાજીએ દુર કર્યા છે ત્યારે આવી કેટલીક પરચા વિશે અમને જાણવા મળ્યું.
બરવાળા શહેરના સાલેવાલા ખોજા પરીવારના ભીખુભાઈ અને તેમના પરીવારને માતાજી ઉપર બહુજ શ્રધ્ધા છે અને તેમને અનેક પરચાનો અનુભવ થયો છે. ખોજા ભીખુભાઈ છે તેમના પુત્ર વિશાલભાઈ ના પત્નીને અધૂરા મહિને જુડવા દિકરાનો જન્મ થયો હતો જેથી એક દિકરો સ્વસ્થ હતો પરંતુ બીજો દિકરાનુ આંતરડું વળી ગયેલ અને કાળુ પાણી પડતું એટલે તે ભાવનગર ના ડોકટર પ્રકાશ વાઘેલા ની હોસ્પિટલમાં એડમીડ કરેલ તે ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાનું કહેલ અને બુધવારે ઓપરેશન કરવુંજ પડશે ત્યારે ભીખુભાઈએ કહેલ કે ગુરુવારે ઓપરેશન કરો ત્યારે ડોક્ટરે કહેલ કે આજેજ ઓપરેશન કરવું પડશે નહિતર પ્રોબ્લેમ થશે ત્યારે ભીખુભાઈએ કહેલ કે માતાજીએ દિકરો આપ્યો છે તેની ઈચ્છા પરંતુ ઓપરેશન ગુરૂવારે કરજો પછી ગુરુવારે ભીખુભાઈ ફુલબાઈમા અને રામબાઈમાને દિવા ધૂપ કરવા કુંડળઆવ્યા અને ત્યારબાદ તેણે ભાવનગર હોસ્પિટલ મા ફોન કરેલ કે સાહેબ હવે ઓપરેશન કરી નાખોએટલે ડોક્ટરે બાળકને ઓપરેશન થિયેટરમાં લઈગયેલ પરંતુ ડોક્ટરે બાળકને જોયુતો બાળકનું આતરડુ સીધું થઈ ગયું અને કાળુ પાણી પડતું બંધ થયું હતું જેથી ડોકટર પણ ચોકી ગયા અને તેણે કહેલ કે હવે ઓપરેશનની કોઈ જરૂર નથી આવુ મે મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી આમ સાલેવાલ ખોજા પરીવારને માતાજીનો પરચો મળ્યો અને આ બાળક હાલ બીલકુલ સ્વસ્થ છે અને અભ્યાસ કરે છે આમ માતાજીના અનેક પરચાઓ છે જેથી સાલેવાલ ખોજા પરીવાર દર ગુરૂવારે અચુક કુંડળ ફુલબાઈમા અને રામબાઈમા ના દર્શન કરવા આવે છે અને આ ખોજા પરીવાર પોતાના કુળદેવી માને છે બરવાળા તાલુકાના કુંડળ ગામે ફુલબાઈમા અને રામબાઈમા ની ભાઈ બહેનનીઅમર કહાની છે, પોતાના ભાઈના વિરહમા બને બહેનોએ પોતાના પ્રાણ ત્યજી દેનારી આ બહેનો હાલ માતાજી સ્વરુપે પુજાય છે અહિ દુર દુર થી લોકોઆવે છે તો કેટલાક લોકો પોતાની માનતા પૂરી કરવા આવે છે કહેવાય છે કે માતાજીના શરણે ગમેતેવા દુખીયો માણસ માથું ઝુકાવી શ્રધ્ધાથી માતાજીને પાર્થના કરે એટલે માતાજી તેના દુખ દુર કરે છે ત્યારે મોટી સંખ્યામાં અઢારે સમાજના લોકો કુંડળ આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે વર્ષોના વર્ષો વિતી ગયા હોય તો પણ ઈતિહાસ ગવાહી પૂરે છે ત્યારે આવોજ ઈતિહાસ કુંડળ ગામે ભાઈ બહેનની અમર કહાની છે અને આજે પણ તે અમર છે ત્યારે જ કહેવાય છે કે શ્રધ્ધા હોય તો પુરાવાની જરૂર નથી હોતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.