જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા પ્રેરિત તાલુકા શિક્ષણ સમિતિ અને બ્લોક રિસોર્સ સેન્ટર વિંછીયા દ્વારા મુખ્ય થીમ “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” અંતર્ગત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2023 24નું આયોજન કોટડા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું
જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા પ્રેરિત તાલુકા શિક્ષણ સમિતિ અને બ્લોક રિસોર્સ સેન્ટર વિંછીયા દ્વારા મુખ્ય થીમ "સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" અંતર્ગત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2023 24નું આયોજન કોટડા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. "સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" મુખ્ય થીમના 5 પેટા વિભાગમાં વિંછીયા તાલુકાના 9 ક્લસ્ટરમાંથી પસંદ થયેલ કુલ 45 શ્રેષ્ઠ કૃતિઓ બાળ વૈજ્ઞાનિક અને માર્ગદર્શક શિક્ષકશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ હતી.
વિંછીયા તાલુકાના બાળકોના ગુણવત્તા લક્ષી શિક્ષણની સત્તત ચિંતા કરતા બ્લોક રીસોર્સ કો ઓર્ડીનેટર શ્રી એચ.બી. ખલ્યાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.ડી. રામાનુજ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમાર સાહેબ હાજર રહીને એક દિવ્યાંગ વિદ્યાર્થીના હસ્તે આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ત્યારબાદ દરેક બાળકો, શિક્ષકો, આચાર્યશ્રી, બી.આર.પી., સી.આર.સી અને અન્ય ગ્રામજનોએ નિહાળ્યો હતો.આ કાર્યક્રમમાં બી.આર.સી. ભવનના તમામ કર્મચારીઓ હાજર રહીને ખુબ સાથ સહકાર આપ્યો હતો. પ્રદર્શન પૂર્ણ થયા બાદ કૃતિ રજૂ કરનાર દરેક શાળાના બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે દરેકને સન્માન પત્ર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કોટડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રૂપસંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બી.આર.સી.શ્રી ખલ્યાણી હાજર રહીને પ્રાસંગિક પ્રવચન આપી બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનો ફિડબેક શ્રી હાથસણી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી ડેનિશ હિરપરાએ આપ્યો હતો.
માધ્યમિક શાળામાંથી પધારેલ તટસ્થ અને કર્તવ્યનિષ્ઠ નિર્ણાયકો દ્વારા દરેક કૃતિની જીણવટપૂર્વક નિહાળી તપાસીને વિભાગ-1 સ્વાસ્થ્યમાં શ્રી ભડલી સીમ-3 પ્રા. શાળાની મિલેટ્સની પાચનતંત્ર પર થતી અસરો , વિભાગ-2 જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીમાં શ્રી થોરિયાળી પ્રા.શાળાની ઈન્ફ્રારેડ રિમોટ કંટ્રોલ, વિભાગ-3 કૃષિ(ખેતી)માં શ્રી હિંગોળગઢ પ્રા. શાળાની લેસર સિક્યુરિટી પ્રોજેક્ટ, વિભાગ-4 પ્રત્યાયન અને વાહન વ્યવહારમાં શ્રી હાથસણી કુમાર પ્રાથમિક શાળાની સોલાર અપ ડ્રાફ્ટટાવર અને વિભાગ-5 ગણનાત્મક ચિંતનમાં શ્રી ફુલઝર પ્રા. શાળાની અંતર માપવાનું સાધન એમ દરેક વિભાગમાંથી એક એક શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી.આ કૃતિઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિંછીયા તાલુકાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટે બી.આર.સી. કો ઓર્ડીનેટર શ્રી એચ.બી.ખલ્યાણીએ શુભેચ્છાઓ પાઠવી છે.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.