ગાંધીનગરની એસ.એસ.વી શાળામાં ધામધૂમથી ગાંધીજયંતિ દિવસની ઉજવણી
સમગ્ર ભારત દેશમાં ગાંધીજયંતિની ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જાહેર રજા હોય છે. તમામ શાળા કોલેજો,કચેરીઓ બેંકો વગેરે બંધ રહે છે. મહાત્મા ગાંધીજીના સમાધી સ્થળ- રાજઘાટ,ને આ દિવસે માળા અને ફૂલોથી શણગારવામાં આવે છે. અને આ મહાન નેતાને શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. તેમની જન્મજયંતિ પૂર્વે ધણી શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.ગાંધીનગર ખાતે આવેલી એસ.એસ.વી શાળામાં પણ આ દિવસની ઉજવણી કરવા માટે વિધાર્થીઓ ગાંધીજીની વેશભૂષા પહેરીને બાપુના આદર્શો પર ચાલવાનો સંકલ્પ કર્યો હતો. તેમજ વિધાર્થીઓએ ગાંધીજીના જીવન પર આધારિત સુંદર નાટિકા રજૂ કરી આ દિવસની ઉજવણી કરી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.