સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લા ઓને રેલવે સેવા અપાવનાર ખુદ અમરેલી જિલ્લો મહત્વ ની રેલવે વંચિત મિશન બ્રોડગેજ
અમરેલી રેલવે સેવા માટે મોખરે રહી સંકલન થી સૌરાષ્ટ્ર ને રેલ સુવિધા આપનાર અમરેલી જિલ્લો રેલવે સેવા ક્ષેત્રે કેમ પછાત ?
અમરેલી જિલ્લા માં સોશ્યલ મીડિયા ચેટ થી શરૂ થયેલ મિશન બ્રોડગેજ સહી ઝુંબેશ પ્રતીક ઉપવાસ સુધી વધુ ને વધુ સમર્થન મેળવતી બ્રોડગેજ માંગ બની રહી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ને રેલવે સુવિધા આપવા અપાવવા માટે નિમિત્ત બનેલ ખુદ અમરેલી જિલ્લો મહત્વ ની રેલવે સેવા થી વંચિત છે ત્યારે કેન્દ્ર સરકારે અમરેલી શહેર માટે વિચારવા નો સમય છે આગામી લોકસભા ની સામાન્ય ચૂંટણી આવી રહી છે અમરેલી શહેર ને બોર્ડગેજ મળી શકે તો વર્તમાન સરકાર ને ફાયદો કરાવી અને સમગ્ર જિલ્લા માટે આશીર્વાદ રૂપ બની શકે છે લોકસભા ના સાંસદ પણ અમરેલી જિલ્લો અન્ય જિલ્લા ની કમ્પૅર માં અનેક રીતે પછાત હોવા નો એકરાર કરી ચુક્યા છે રેલવે સુવિધા માટે અમરેલી જિલ્લા ની મહત્વ ની અજાણી વાત
સૌરાષ્ટ્ર ના અનેકો જિલ્લા ને રેલવે સુવિધા આપવા માં નિમિત્ત રેલવે ની શરૂઆત ૧૮૮૯ માં BGJP નામ થી થઈ ભાવનગર સ્ટેટ નો B ગોંડલ સ્ટેટ નો G જૂનાગઢ સ્ટેટ J અને પોરબંદર નો P એમ મળી
BGJP. નામ થી ધોળા ખીજડિયા જેતલસર અને પોરબંદર પહેલી મીટરગેજ લાઈન પછી ૧૯૧૨ માં ઢસા થી લીલીયા મોટા અને સાવરકુંડલા સુધી રેલવે શરૂ થઈ શ્રીમંત સરકારગાયકવાડે ૧૯૧૩ ખીજડિયા સાથે અમરેલી અને ગાવડકા જોડી શ્રી ગણેશ કર્યા અને અમરેલી જિલ્લા માં રેલવે પ્રવેશ થયો ગોંડલ સ્ટેટ દ્વારા જેતલસર ધોળા વાયા લુણીધાર ની રેલવે લાઈન નાખતા અમરેલી ને આવરી લેવાયું અમરેલી જિલ્લા ની હદ માં ખીજડિયા ધારી જે લાઈન GBS બરોડા સ્ટેટ રેલવે તરીકે ઓળખાય ધારી JS રેલવે જૂનાગઢ ચાલતી આમ એક ખીજડિયા જંકશન થયું અમુક નેરો ગેજ પાટા બદલી મીટર ગેજ માં રૂપાંતર કરાય સૌરાષ્ટ્ર નો મહિમા વધારતી BGJP રેલવે સેવા થી સૌરાષ્ટ્ર ના ૨૦૦ થી વધુ રજવાડા વચ્ચે ૧૯૧૮ થી ૧૯૨૨ થી ૧૯૨૮ સુધી માં ઢસા લીલીયા રાજુલા મહુવા ડુંગર વિકટર બંદર રેલવે દોડતી થઈ ૧૮૮૫ માં શ્રીમંત સરકાર ગાયકવાડે ગુડ્ઝ માટે પાટા પાથરી નાખ્યા હતા તેનું જોડાણ ૧૯૧૮ માં વેરાવળ સાથે થયું હતું ૧૯૪૭ માં ખીજડિયા ગાવડકા વેરાવળ અને વિસાવદર થી જૂનાગઢ દોડતી રેલવે થી અમરેલી જિલ્લા ના ૩૧૨ કિમિ ૭૬ રેલવે ફાટક સાથે ખીજડિયા અમરેલી ધારી વિસાવદર તાલાલા વેરાવળ ઉના દેલવાડા કોડીનાર ઢસા મહુવા દામનગર લીલીયા ધોળા પોરબંદર વડીયા કુંકાવાવ ચિતલ બગસરા દેરડી કે પાછળ થી સંકેલાઈ ગઈ હતી આમ રેલવે સેવા ના ઇતિહાસ માં પુરા સૌરાષ્ટ્ર ને રેલવે સેવા થી સાંકળી લેવા ની દુરંદેશી એ સંકલન કરનાર અમરેલી જિલ્લા માં અનેક દ્રવ્ય પદાર્થ ના પરિવહન માટે આર્થિક ઉપાર્જન માટે ચાલતી ની બોર્ડગેજ સુવિધા ક્યારે મળશે ? ૨. જી ઓક્ટોમ્બર ગાંધી જ્યંતી એ શહેર ની અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ એ સહી ઝુંબેશ બાદ બ્રોડગેજ રેલવે સુવિધા માટે ઉપડેલી મિશન બ્રોડગેજ દ્વારા એક દિવસીય પ્રતીક ઉપવાસ કર્યા અમરેલી શહેર ની આ રચનામક લડાઈ સફળ થાય તેવી ઉજળી આશા એ ભારે સમર્થન મેળવી આ લડાઈ દિનપ્રતિદિન વધુ વ્યાપક બની રહી છે દુઃખ સાથે કહેવું પડે છે કે રાષ્ટ્રીય કદ અને પદ ધરાવતા જમીન થી અસમાન સુધી શાન વધારતા વગદાર નેતા અમરેલી જિલ્લા એ આપ્યા છે રાજ્ય ના પ્રથમ મુખ્ય મંત્રી થી લઈ વર્તમાન રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર હોય કે આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા માં નેતૃત્વ માટે અમરેલી ની આભા અદબ થી નિભાવતા અમરેલી જિલ્લા ને ક્યાં સુધી અન્યાય ? આવું જ એરપોર્ટ ક્ષેત્રે થતું આવ્યું છે એક સામાન્ય અકસ્માત ને લઈ કાયમી એરસેવા છીનવાય અમરેલી થી વડોદરા સુધી મુસાફરી માટે શ્રીમંત સરકાર ગાયકવાડે શરૂ કરેલ એરપોર્ટ સેવા પણ એક સામાન્ય અકસ્માતે બંધ કરાય ત્યાર થી બંધ અનેક રીતે આવા મહત્વ ના પ્રદાન માટે અગ્ર ભાગ ભજવી જતા અમરેલી ને સરવાળે અન્યાય થતો આવ્યો છે આરંભે જેની દુરંદેશી લેવાય તેવા ગરજ સરયે વેદવેરી જેવી સાબિત થતી આવી છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.