તાલુકા હેલ્થ ઓફિસ માળિયા હાટીના દ્વારા અમરાપુર કે.કે. મોરી માધ્યમિક શાળામાં “કિશોરી” ઓના હિમોગ્લોબીન તપાસ માટેનો T3 અનેમિયા કેમ્પ યોજાણો
૧૮/૯/૨૩ સોમવાર ના રોજ તાલુકા હેલ્થ ઓફિસ માળિયા હાટીના દ્વારા અમરાપુર કે.કે. મોરી માધ્યમિક શાળામાં "કિશોરી" ઓના હિમોગ્લોબીન તપાસ માટેનો T3 અનેમિયા કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં પ્રા.આ.કે. અમરાપુર ના ફીમેલ હેલ્થ વર્કર બહેનો દ્વારા કિશોરીઓના આર.બી.એસ.કે ટીમની મદદથી હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પોષણ માસ ઉજવણી અંતર્ગત *"પોષણ ભી પઢાઈ ભી"* પર વકૃત્વ સ્પર્ધા નું આયોજન રાખેલ જેમાં બધાને પ્રોતસાહન રૂપે તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો.આભા મેડમ તરફ થી તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભગવત ગીતાજી ભેટ સ્વરૂપે આપેલ તેમજ ઈનામ વિતરણ કરેલ અને સાથે બાળકોને વાહકજન્ય, પાણીજન્ય, ટીબી , પોષણ અંગે બાળકોને પોસ્ટર, બેનર મારફત સમજૂતી આપેલ હતી અને માળિયા આર.બી.એસ.કે ટીમ દ્વારા નાટક સ્વરૂપે વિદ્યાર્થીઓને પોષણ અંગે માહિતી આપવામાં આવી હતી.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.