રાજુલા શહેરમાં વિવિધ સાર્વજનિક પ્લોટ ખાલી કરવા માંગણી. રાજુલા શહેરમાં વિવિધ સાર્વજનિક પ્લોટ ખાલી કરવા લોક માંગણી
જ્યાં રાજુલા શહેરની મોટાભાગની વસ્તી વસે છે ત્યાં એક પણ સરકારી પ્રાથમિક શાળા નથી તેવા ભેરાઈ રોડ ઉપર સાર્વજનિક પ્લોટ ઉપર સરકારી પ્રાથમિક શાળા બનાવવા માંગણી
કોઈના કોઈ બહાના હેઠળ સાર્વજનિક પ્લોટ ને વાળી લેનાર સામે પગલાં ભરવા અને આવા સાર્વજનિક પ્લોટોને ખાલી કરી સોસાયટીના હિતમાં કોમ્યુનિટી હોલ સહિતની કામગીરી કરવા લોકમાંગણી
રાજુલા શહેરમાં અસંખ્ય સોસાયટીઓ આવેલી છે જેમાં ભેરાઇ રોડ ઉપર અસંખ્ય નાની મોટી સોસાયટીઓ આવેલી હોવા છતાં અહીં સરકારી પ્રાથમિક શાળા નથી ત્યારે અહીં સરકારી પ્રાથમિક શાળા બનાવવા તેમજ બિન કાયદેસર રીતે વાળી લીધેલા સાર્વજનિક પ્લોટ ને ખાલી કરવા માંગણી ઉઠવા પામી છે
મળતી વિગત મુજબ રાજુલા ભેરાઇ અને છતડિયા રોડ ઉપર અસંખ્ય સોસાયટીઓ આવેલી છે અહીં ખાનગી શાળાઓનો રાફડો ફાટયો છે પરંતુ એક પણ સરકારી પ્રાથમિક શાળા નથી પરિણામે ન છૂટકે લોકોએ ખાનગી શાળામાં અભ્યાસ કરવો પડે છે આથી ભેરાઈ રોડ અને છતડીયા રોડ ઉપર સર્વે કરી સાર્વજનિક પ્લોટ અથવા તો કોઈ સરકારી જમીન ઉપર સરકારી પ્રાથમિક શાળા બનાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે
અત્રે નોંધની એ બાબત છે કે રાજુલા શહેરમાં વિવિધ સોસાયટીના સાર્વજનિકોમાં ઘણી ખરી સોસાયટીના લોકોએ મંદિર બનાવી અને સોસાયટીના ઉપયોગમાં લીધી છે પરંતુ ઘણા ખરા સાર્વજનિક પ્લોટમાં આપ્યા હોય એ દબાણ કરેલું છે અને યંત્ર કોઈ બહાના હેઠળ સાર્વજનિક પ્લોટ વાળી લીધા છે ત્યારે રાજુલા શહેરમાં વિવિધ સોસાયટીના સાર્વજનિક પ્લોટોનો સર્વે કરી નગરપાલિકા પોતાના હસ્તગત લઈ અને આવા સાર્વજનિક પ્લોટ માં બગીચા તેમ જ સોસાયટી માટે કોમ્યુનિટી હોલ ઉપયોગી વસ્તુ બનાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે ત્યારે સાર્વજનિક પ્લોટ બાબતે ઉચ્ચસ્તરેથી તંત્ર દ્વારા સર્વે કરી આવા સાર્વજનિક પ્લોટ ખાલી કરવા માંગણી ઉઠવા પામી છે..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.