વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આવતીકાલથી થશે શરૂ તરણેતરીયો મેળો, મેળો મારો રંગીલો આવતીકાલથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ - At This Time

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આવતીકાલથી થશે શરૂ તરણેતરીયો મેળો, મેળો મારો રંગીલો આવતીકાલથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ


*આવતી કાલે મેળો ખુલ્લો શિવપૂજન કરી મેળો ખુલ્લો મુકશે*

ભાદરવા સુદ ચોથના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના
મહાનુભાવો ઉપસ્થિત રહેશે

આવતીકાલથી પાંચાળ પ્રદેશની લોકસંસ્કૃતિને ઉજાગર કરતો તરણેતરનો ભાતીગળ લોકમેળો શરૂ થશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે યોજાતા આ લોકમેળો ખૂલ્લો મુકાશે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી મેળો ખુલ્લો મુકશે. સવારે ૧૧-૦૦ કલાકે ગ્રામિણ રમતોત્સવ અને વિવિધ સ્ટોલનું ઉદ્દઘાટન હસ્તે કરવામાં આવશે.
ભાદરવા સુદ ચોથના દિવસે પાળીયાદના પુ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પરમ પુજય નિર્મળાબા ઉનડ બાપુ દ્વારા સંતો-મહંતોની ઉપસ્થિત ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે.

ત ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે ૫-૦૦ કલાકે ગંગા અવતરણ આરતી કરવામાં આવશે ત્યારબાદ સવારે ૮-૦૦ કલાક થી ૧૧-૦૦ કલાક દરમિયાન વિવિધ મેદાની રમતો જેવી કે રસ્સાખેંચ અને કુસ્તી વગેરે યોજાશે. સવારે ૯-૦૦ કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાનો કાર્યક્રમ યોજાશે..મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ પણ તરણેતર મેળામાં ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત વાહનવ્યવહાર મંત્રીશ્રી મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે. મેળામાં ગગ્રામીણ ઓલમ્પિકની વિવિધ રમતો, પશુ હરીફાઈ, રાસ ગરબા હરીફાઈ પણ યોજાશે હાલ આ મેળામાં 400 થી વધુ પ્લોટ વેચાણ થઈ ગયું છે મેળાની અંદર મોટી સંખ્યામાં લોકો આ જગ્યાએ આવે છે સાથે મંદિરના પટાંગણમાં આવેલ કુંડની અંદર લોકો મોટી સંખ્યામાં પાંચમ ના દિવસે સ્નાન કરવા આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.