રાજુલા માં બાલાભાઈ ભટ્ટ દ્વારા ઘરે-ઘરે સાયકલ ઉપર બીલીપત્રની અનોખી સેવા - At This Time

રાજુલા માં બાલાભાઈ ભટ્ટ દ્વારા ઘરે-ઘરે સાયકલ ઉપર બીલીપત્રની અનોખી સેવા


રાજુલાના બાલાભાઈ ભટ્ટ નિવૃત્ત નગરપાલિકાના કર્મચારી અને હાલમાં છાપા વિતરણની સુંદર સેવા બજાવી રહેલા એવા શ્રી ભટ્ટ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી શ્રાવણ માસ દરમિયાન તેમજ દિવાળી અને બેસતા વર્ષના દિવસે બીલીપત્રના ઝાડ ઉપર ચડીને બીલીપત્ર એકઠા કરીને તે નાના નાના ઝબલામાં નાખીને ઘરે ઘરે સાયકલ ઉપર જઈને બિલીપત્ર સૌને ઘરે બેઠા કોઈપણ ચાર્જ વસૂલ્યા વગર પહોંચાડીને ખૂબ જ સુંદર સેવા બજાવી રહેલ છે. તેની આ નિ:સ્વાર્થ સેવાને લોકોએ બિરદાવેલ છે. આમ બાલાભાઈ ભટ્ટ દ્વારા એક અનોખી રીતે શિવજીની બીલીપત્રો લોકોને પહોંચાડીને સેવા કરી રહેલ છે.

વહેલી સવારે રાજુલા શહેરમાં સંદેશ અખબારનું વિતરણ કરે છે અને બપોરે બીલીપત્ર ભેગા કરી બધાને ઘરે ઘરે પહોંચાડે છે

આસીફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.