ગરબાડા તાલુકાના ટુંકિવજુ ગામેથી વનવિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યો.
ગરબાડા તાલુકાના ટૂંકીવજુના કાકોલ ફળિયામાં અવારનવાર દીપડાએ દસ્તક દેતા ગામ લોકોમાં ભયનો માહોલ સેવાયો હતો અને દીપડા દ્વારા બકરાનો શિકાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું. દીપડો ગામમાં જોવા મળતા ગામ લોકો દ્વારા સરપંચને આ બાબતે જાણ કરાતાં સરપંચ દ્વારા વન વિભાગને ટુંકીવજુ ગામમાં દીપડો આવી બકરાનો શિકાર કરતો હોવાનું જણાવતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું અને ગતરાત્રે પાંજરામાં મુકેલ બકરાનો મારણ કરવા આવેલ દીપડાને પાંજરામાં પુરાયો હતો.દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. દીપડાને પકડવાની કામગીરી આર.એફ.ઓ એમ.એલ બારીયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે આ દીપડાને પકડી પાડી રેસ્ક્યુ સેન્ટર જાંબુઘોડા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.