વેરાવળમાં પવિત્ર ચાલીસા માસ નિમિતે સિંધી સમાજ દ્વારા શહેરા વાલે સાઈની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો - At This Time

વેરાવળમાં પવિત્ર ચાલીસા માસ નિમિતે સિંધી સમાજ દ્વારા શહેરા વાલે સાઈની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો


વેરાવળમાં પવિત્ર ચાલીસા માસ નિમિતે સિંધી સમાજ દ્વારા શહેરા વાલે સાઈની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો

100થી વધુ મહિલાઓની મટકી તૈયાર કરી શોભાયાત્રામાં ભાગ લીધો,સત્સંગ અને સમૂહ પ્રસાદનું પણ આયોજન

વેરાવળમાં સિંધી સમાજ દ્વારા પવિત્ર ચાલીસા માસ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા, મટકી સપર્ધા, સત્સંગ અને સમૂહ પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન શહેરા વાલે સાઈની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.સિંધી સમાજના સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને રાત્રે પલ્લવ સાહેબ અને જ્યોત પધરામણીથી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

વેરાવળમાં સિંધી સમાજ દ્વારા પવિત્ર ચાલીસા માસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન ઝુલેલાલ સાઇના બાળ સ્વરૂપ પૂજય સંત શહેરા વાલે સાઈની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ તકે સૌ પ્રથમ શહેરના એસટી રોડ સ્થિત લિલાશાહ નગર ખાતેથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં ખાસ 100થી વધુ મહિલાઓ મટકીઓ તૈયાર કરીને પોતાના માથે સજાવીને શોભાયાત્રામાં જોડાઈ હતી.જે સમગ્ર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.ત્યાર બાદ આ શોભાયાત્રા ડીજેના તાલે ઝૂલેલાલ મંદિર, અંબાજી મંદિર રોડ, રેયોન ફેકટરી રોડ સહિતના મુખ્યમાર્ગો પરથી પસાર થઈને શ્રીપાલ સોસાયટી ખાતે પહોંચી હતી.જ્યાં લાલ સાંઈ ફાઉન્ડેશન નાં સભ્યો દ્વારા તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આ શોભાયાત્રાની લીલાશાહ બાગ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી.શોભાયાત્રા પૂર્ણ થયા બાદ લીલાશાહ બાગ ખાતે વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં શહેર વાલે સાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની શરૂઆત બાળાઓના વિશેષ સ્વાગત નૃત્યથી કરવામાં આવી હતી.ત્યારબાદ ઉપસ્થિત ગુરુજીએ સૌને આશીર્વચન પાઠવ્યા હતા અને ચાલીસા ઉત્સવના મહત્વ વિશે સમજ આપી હતી.સમૂહ પ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ મટકી પૈકી સૌથી શ્રેષ્ઠ 3 ને એવોર્ડ એનાયત કરવાના હતા પરંતુ સાઇજીએ જણાવ્યું હતું કે આ ધાર્મિક કાર્યક્રમમાં તમામ મહિલોની ભક્તિ જોડાયેલી છે જેથી તમામ શ્રેષ્ઠ જ ગણી અને કોઈ સ્પર્ધા ન કરતા તમામને વિજેતા જાહેર કરવા જોઈએ.રાત્રે પલ્લવ સાહેબ, જ્યોતપૂજન અને જ્યોત પધરામણી કર્યા બાદ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો હતો.આ સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા બહોળો સહયોગ મળ્યો હતો અને ઝુલેલાલ સત્સંગ મંડળના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.