સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ની બોર્ડની પરિક્ષાનું ૫૯.૦૩ટકા પરીણામ જાહેર
*સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ની બોર્ડની પરિક્ષાનું ૫૯.૦૩ટકા પરીણામ જાહેર*
*************
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરાયુ છે.જેમાં સાબરકાંઠા જિલ્લા માં કુલ ૩૬ કેન્દ્રો પરથી કુલ ૧૮૮૫૧ વિદ્યાર્થીઓ પૈકી ૧૮૫૯૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦માં ૫૯.૦૩ ટકા પરીણામ જાહેર થયું છે. જેમાં એ1 માં ૧૦૭, એ2 માં ૮૭૪, બી1માં ૧૭૯૭, બી2 માં ૨૮૫૯, સી1 માં ૩૫૩૮, સી2માં ૧૭૩૦, ડીમાં ૬૮ અને ઈ1*માં એક,ઇ 1 માં ૪૪૦૯,ઇ 2 માં ૩૨૦૮,ઇક્યુસી માં ૧૦૯૭૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
જિલ્લાના ૩૬ કેન્દ્રો પર યોજાયેલી ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ઉમેદગઢ કેન્દ્રએ સૌથી વધુ ૭૫.૧૮ ટકા પરિણામ મેળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું વર્ષ ૨૦૨૦માં ૫૧.૭૧ ટકા , વર્ષ ૨૦૨૨માં ૫૯.૪૦ ટકા અને વર્ષ ૨૦૨૩માં ૫૯.૦૩ ટકા પરીણામ જાહેર થયુ છે.
*****
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.