કોયલી ફળિયાની ૧. ૬૭ લાખની ચોરીમાં ચાર પકડાયા.
કોયલી ફળિયા ધનદાસ મહોલ્લામાં રહેતા જગદીશભાઇ કાનજીભાઇ પરમાર કુરિયર કંપનીમાં નોકરી કરે છે. ગત તા. ૮ મી જાન્યુઆરીએ તેઓ પરિવાર સાથે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનમાંથી ૧. ૬૭ લાખની મત્તાની ચોરી થઇ હતી. જે અંગે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન ડીસીપી ઝોન - ૪ પન્ના મોમાયાની સૂચના મુજબ, એલ. સી. બી. ટીમે હાથ ધરેલી તપાસ દરમિયાન માહિતા મળી હતી કે, નિલેશ ચૌધરી સોના ચાંદીના દાગીના વેચવા માટે ફરી રહ્યા છે. જેથી, પોલીસે વોચ ગોઠવીને (૧) નિલેશ રાજુભાઇ ચૌધરી (૨) મિતેશ સુરેશભાઇ ચૌધરી (બંને રહે. હુજરત ટેકરા) (૩) રોનક સંજયભાઇ ચૌધરી (રહે. બાવચાવાડ) તથા (૪) યશ નરેન્દ્રરાવ ઘાઘરે (રહે. ઘડિયાળી પોળ, માંડવી)ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી પાંચ મોબાઇલ ફોન કબજે લીધા છે. જ્યારે સોના - ચાંદીના દાગીના વેચાતા લેનારને પણ પોલીસે ઝડપી પાડયો હતો. ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે પોલીસે ચારેયની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી
9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.