આગામી સમયમાં ગામના સરપંચ અને તલાટી સાથે મળી ગામના પ્રશ્નોની નિરાકરણ કરવાના પ્રયત્નો કરાશે - સાંસદશ્રી - At This Time

આગામી સમયમાં ગામના સરપંચ અને તલાટી સાથે મળી ગામના પ્રશ્નોની નિરાકરણ કરવાના પ્રયત્નો કરાશે – સાંસદશ્રી


*ડ્રિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક યોજાઇ*
***
*આગામી સમયમાં ગામના સરપંચ અને તલાટી સાથે મળી ગામના પ્રશ્નોની નિરાકરણ કરવાના પ્રયત્નો કરાશે - સાંસદશ્રી*
**
સાબરકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલની ઉપસ્થિતિમાં હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં સાંસદ શ્રીદિપસિંહ રાઠોડે સામાન્ય લોકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને લઇ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ગામડાના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે દિશાની બેઠકમાં ભાર મુક્યો હતો. વધુમાં તેમણે સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ સબંધિત હેતુ માટે થાય તે જરૂરી છે.
આગામી સમયમાં ગામના પ્રશ્નોના નિરાકરણ માટે ગામના સરપંચ અને તલાટી સાથે મળી ચર્ચા કરી નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવશે. તેમજ ચોમાસા ઋતુ દરમિયાન કેનાલોમાં પાણીની વહન ક્ષમતા વધારવા માટે સાફસફાઈ કરવામાં આવશે.
દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ, જિલ્લા જળ સ્વચ્છતા એકમના નળ સે જલ યોજના,આરોગ્ય,કૃષિ, શિક્ષણ, સિંચાઇ,પશુપાલન,રોજગાર,વીજ,પુરવઠા, માર્ગમકાન,શહેરી વિકાસ સહિતના વિભાગોની યોજનાની ચર્ચા તથા લાભાર્થીઓને થયેલા લાભ અને બાકી રહેતા લોકોને ઝડપથી લાભ મળે તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
બેઠકમાં હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી ઝાલા,ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા,જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર,નગરપાલિકાના પ્રમુખશ્રી,તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ સહિત વિવિધ પદાધિકારીઓ અને સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
**************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.