પાનમપાટીયા થી પાનમડેમ તરફ જવાના બિસ્માર થયેલા ડામર રસ્તાનું નવીનીકરણ કરવાની સ્થાનિકોની માંગ
શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાનમ પાટીયા થી પાનમ ડેમ સુધી જવાનો ડામર રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જવાબદારતંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ કરીને માર્ગને નવીન બનાવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ રસ્તો ખુબ જ બિસ્માર થઈ ગયો છે.રોડ પર ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. જેના કારણે એક ગામથી બીજે ગામ જવામાં પણ સમયનો વેડફાટ થાય છે.આ ઉબડખાબડ રસ્તાને કારણે ઘણીવાર વાહનચાલકોના અકસ્માત થવાના પણ બનાવો ભુતકાળમાં બન્યા છે.વધુમાં આ રસ્તો પાનમડેમ જતો હોવાથી ચોમાસામાં અહી પ્રવાસીઓ પણ અહીના પ્રાકૃતિક સૌદર્યને માણવા આવતા હોય છે.ત્યારે આ રસ્તો બનાવામા આવે તો અહી પર્યટન સ્થળ તરીકેનો પણ વિકાસ થઈ શકે છે.
પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમ વિસ્તારની નજીક આવેલા ગ્રામીણ વિસ્તારો સુધી પહોચી શકાય તે માટે પાકા રસ્તાઓ બનાવામા આવ્યા છે,પણ સમયાતંરે આ રસ્તાઓનું સમારકામ કરીને નવીનીકરણ કરવુ પણ જરૂરી છે.શહેરા તાલુકાના પાનમ પાટીયાથી પાનમડેમ સુધી જવાનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી અહીના સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાનમપાટીયા થી જતો રસ્તો ગઢ,બોરીયા,આસુદરીયા,જુના ખેડા,કોઠા.ચારી,ઉંડારા સહિતના ગામોને જોડીને આગળ જતા મહિસાગર જીલ્લાના અન્ય ગામોને પણ જોડે છે. વધુમા આ ગામોના લોકોને ઘરની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લાવી હોય તો શહેરા કે લુણાવાડા જવુ પડે છે.એટલે આ રસ્તો જીવાદોરી સમાન ગણવામા આવે છે.અંદાજીત 15 કિલોમીટરથી વધુની લંબાઈ ધરાવતા આ રસ્તાની હાલત ઠેકઠેકાણે ઉબડખાબડ થયેલી અવસ્થામાં જોવા મળી રહી છે. ચોમાસામાં આ વિસ્તાર પ્રાકૃતિક સૌદર્યથી ખીલી ઉઠી છે.ત્યારે અહી આવેલા પાનમડેમને જોવા માટે પણ લોકો આવતા હોય છે.પાનમડેમની પાસે જ પૌરાણિક ડેઝરનાથ મહાદેવનું મંદિર આવેલું છે.શ્રાવણ મહિનામાં પણ ભાવિકો મહિસાગર અને પંચમહાલ જીલ્લામાંથી દર્શનાથે આવતા હોય છે.રસ્તા ઉબડખાબડ હોવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામાનો કરવો પડી રહેતો હોય છે.અહી ઘણીવાર રસ્તામા પડેલા ખાડાઓના કારણે અકસ્માત પણ થાય છે. અને ભુતકાળમાં પણ અકસ્માતની ઘટનાઓ બની છે.આ રસ્તો સારી રીતે નવીનીકરણ કરવામા આવે તેવી સ્થાનિક લોકો દ્વારા કરવામા આવી છે.ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે શું પગલા ભરે છે.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.