હિંમતનગરની અજાણી મહિલાને પરિવાર સાથે સુરક્ષિત મિલન કરાવતું હિંમતનગરનું સખી વન સ્ટોપ સેન્ટર*
*હિંમતનગરની અજાણી મહિલાને પરિવાર સાથે સુરક્ષિત મિલન કરાવતું હિંમતનગરનું સખી વન સ્ટોપ સેન્ટર*
*****************
હિંમતનગર તાલુકાની એક અજાણી મનોદિવ્યાંગ મહિલાનું સાબરકાંઠા જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પોતાના પરીવાર સાથે મિલન કરાવતા હર્ષના આસુ છલકાયા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મનોદિવ્યાંગ મહિલા પોતાના પરિવારમાં કોઇને પણ જાણ કર્યા વિના ઘરેથી નિકળી ગયેલ હતી.
મહિલાની ભાળ મેળવાવા માટે આસપાસના સગા વ્હાલાઓને પૂછ પરછ કરી તેની સાથે મોબાઈલના વોટ્સેપ સ્ટેટસ દ્વારા મહિલાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કંઈ જાણ ન થતાં મહિલાના પરિવાર દ્વારા મહિલા ગુમ થયા અંગેની જાહેરાત ન્યુઝ પેપરમાં આપી હતી.
આ મહિલાને જોઈ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મહિલા હેલ્પ લાઇન ૧૮૧ને કોલ કરવામાં આવ્યો હતો. મહિલા હેલ્પ લાઇન દ્વારા મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી હતી. ત્યાર બાદ મહિલાએ હિંમતનગર ખાતેના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. મહિલા સાથે કાઉંસેલિંગ કરતા મહિલા માનસિક દિવ્યાંગ હોઇ પોતાના નામ સિવાય બીજુ કઈ યાદ ન હોવાનું જાણવા મળ્યુ હતુ.
આ સમયગાળા દરમિયાન ગુમ થયેલ મહિલાની જાહેરાત ન્યુઝ પેપરમાં આવતા સખી વન સ્ટોપ સેન્ટરને મહિલાના પરિવાર સાથે સંપર્ક કર્યો અને મહિલા સુરક્ષિત હોવાની જાણ કરી. ગણત્રીના કલાકોમાં જ પરીવારે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવીને મહિલાનો કબ્જો મેળવ્યો હતો. મહિલા મળી આવતા પરીવારજનો આનંદની લાગણી સાથે ભાવ વિભોર થયા હતા.
********************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.