સાબરકાંઠા જીલ્લાના DCG દ્વારા એરોલમ લીમીટેડ કંપનીમાં મોકડ્રીલનું આયોજન - At This Time

સાબરકાંઠા જીલ્લાના DCG દ્વારા એરોલમ લીમીટેડ કંપનીમાં મોકડ્રીલનું આયોજન


સાબરકાંઠા જીલ્લાના DCG દ્વારા એરોલમ લીમીટેડ કંપનીમાં મોકડ્રીલનું આયોજન

સાબરકાંઠા જિલ્લાન ક્રાઇસીસ ગૃપ તથા નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે પ્રાંતિજ તાલુકાના દલપુર ખાતે આવેલ એરોલેમ લિમિટેડ ફેક્ટરી ખાતે ઓફ સાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલમાં કારખાનાના પ્લાન્ટમાં ફોર્માલ્ડીહાઇડ જેવા જ્વલંતશીલ રસાયણનુ લીકેજ અને આગ લાગવાની જાણ થતા કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારી દ્વારા એને કંટ્રોલમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબૂ બહાર જતાં આ ઇર્મજન્સીને “ ઓફ સાઇટ ઇર્મજન્સી “ જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડીસ્ટ્રીરકટ ક્રાઇસીસ ગૃપ (DCG) ના તમામ સભ્યોને ટેલીફોનીક જાણ કરાયેલ જે યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિનસરકારી એજન્સીઓ જેવી કે, નગરપાલીકા ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ ડીપાર્ટમેન્ટ, મેડિકલ ટીમ તથા વિવિધ ફેકટરીઓના સેફટી ઓફીસર્સ વગેરેએ ધટના સ્થળ પર આવીને આ આગની ઇર્મજન્સીને કાબુમાં લાવવામાં જરૂરી કામગીરી કરેલ.
આ ઇર્મજન્સી દરમિયાન ફોર્માલ્ડીહાઇડનું ગળતર થતા ત્યા કામ કરતા એક કામદારને ગેસ લાગતા તેમને તાત્કાલિક મેડીકલ સારવાર આપવામા આવી હતી.
આ મોકડ્રીલમાં ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયા તેમજ ડિઝાસ્ટર મામલદારશ્રી તથા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગાંધીનગર કચેરીના અધિકારીશ્રી વગેરેએ આ મોકડ્રીલને સફળતા અપાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને છેવટે સૌના સહિયારા પ્રયાસથી આ ઇર્મજન્સીને કાબુમાં લાવ્યા હોવાનુ ધારીને, ઓલ કલીયર સિગ્નલ આપીને આ મોકડ્રીલને સફળતાપૂર્વક પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.