સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જેનપુર ગામે આજે ચૈત્રી નોમ ને રામનવમી ના પવિત્ર દિવસે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જેનપુર ગામે આજે ચૈત્રી નોમ ને રામનવમી ના પવિત્ર દિવસે પૌરાણિક ગોગા મહારાજ નાં એક્સો વર્ષથી જેનપુર ગામે સ્થાપિત ગોગા મહારાજ નાં મંદિર અને સ્થાપનતિથિની ઉજવણી સ્વ.ભૂવાજી સોમાદાદા પરિવાર ના ભૂવાજી વાલજીભાઈ દેસાઈ અને પરિવારજનો ગોગા મહારાજ નાં વિશાળ ભકતસમૂદાય દ્ગારા ગોગા મહારાજ નાં મંદિરે શાનદાર ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતુ. તા૨૯ મીના રોજ ગોગા મહારાજ નું પ્રાતઃપૂજન ધ્વજારોહણ ભવ્ય હોમ હવન મહાઆરતી મહાપ્રસાદ નું સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતુ.રાત્રે ગોગા મહારાજ અને સિકોતર માતાના નો માંડવો રમેણ નું આયોજન કરવામાં આવ્યું હતુ .ભૂવાજી વાલજીભાઈ તેમજ અસંખ્ય ભૂવાજીઓ ધ્વારા માતાજી નાં આહવાન તેમજ સંગીતના તાલે માતાજી નું આગમન પાટ પર થશે.મા આર્શીવાદ ની લ્હાણી કરી આનંદ વર્તાવશે.ભકતો માતાજી ઓનાં આર્શીવાદ લઈ ધન્ય બનશે. રાસ ગરબા સહિતના સુંદર આયોજન જેનપુર ગોગા ધામ મંદિર ખાતે કરવામાં આવ્યાં હતાં.અસંખ્ય માઈભક્તો ગોગા મહારાજ નાં ભક્તો રબારી સમાજના લોકો અને અઢારે આલમના લોકોએ હાજર રહી ગોગા મહારાજ તિથિ ઉજવણી પ્રસંગનો લાભ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ અશોક નાયી હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.