મુક્તિધામ બોટાદ ખાતે સમ્રાટ અશોક ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ - At This Time

મુક્તિધામ બોટાદ ખાતે સમ્રાટ અશોક ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ


મુક્તિધામ પરિસરમાં અશોક સ્થંભ બનાવેલ છે અને સમ્રાટ અશોક ની જન્મ જયંતી હોય ત્યારે તારીખ.૨૯ માર્ચ ૨૦૨૩ ના દિવસે સાંજે ૬ કલાકે ભારતીય બૌધ્ધ મહાસભા.બોટાદ અને સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બોટાદ શહેર માં મુક્તિધામ ખાતે વિશ્વ બૌધ્ધ પ્રવર્તક દેવનામ પ્રિયદર્શી સમ્રાટ અશોક મહાન ની ૨૩૨૭મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ અને સામુહિક બુધ્ધ વંદના કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં પરેશભાઈ રાઠોડ ઉર્ફે બોધીરાજ બૌધ્ધ જિલ્લા અધ્યક્ષ બોટાદ ભારતીય બૌધ્ધ મહાસભા દ્વારા ત્રિશરણ. પંચશીલ. બુદ્ધ વંદના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ સમ્રાટ અશોક ના ઐતિહાસિક કાર્ય અને મૌર્ય સાશન કાળ વિશે માહીતિ વિઠ્ઠલભાઈ બોળીયા.સી,એલ,ભીકડીયા. પરેશભાઈ રાઠોડ દ્વારા પ્રવચન આપવામાં આવેલ તેમજ મુક્તિધામ બોટાદ ખાતે આશરે ૧૯૯૮ માં સી,એલ,ભીકડીયા દ્વારા અશોક સ્થંભનું નિર્માણ કરેલ એ બદલ પરેશભાઈ રાઠોડ તેમજ ભારતીય બૌધ્ધ મહાસભા બોટાદ દ્વારા સી,એલ,ભીકડીયા નું સન્માન અશોક સ્થંભ આપીને કરવામાં આવેલ તેમજ પ્રવિણભાઇ વાઘેલા દ્વારા ઉપસ્થિત દરેક વ્યક્તિઓને સમ્રાટ અશોક નો ફોટો ફ્રેમ આપવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત હરેશભાઈ પરમાર. જયેશભાઈ પરમાર.પ્રવિણભાઇ વાઘેલા.ભદ્રેશભાઈ પરમાર. રવજીભાઈ વાટુકીયા.પાર્થ રાઠોડ.રમેશભાઈ બોલણીયા.શિલ્પાબેન પરમાર. પ્રભાબેન રાઠોડ નિર્માબેન પરમાર.સવિતાબેન પરમાર.મિત્તલ. રાધિકા સહિત બૌધ્ધ ઉપાસક અને ઉપાસિકાઓ હાજર રહીને ધામ ધુમથી પ્રિયદર્શી સમ્રાટ અશોક મહાન ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.