ખનીજ ચોરીના ખેપિયાઓ પર ખાખીના દરોડા, 1.09 કરોડનો માલ જપ્ત ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક જગ્યાઓ પર ચાલતી ગેરીતિઓ પકડી પાડવામાં આવે છે. સ્થાનિક પોલીસની ઊંઘતી અને સ્થાનિક તંત્રને ઢીલી નીતિ હોવાના અનેક ઉદાહરણો પાડવામાં આવતા હોય છે. ત્યારે આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું છે. રાજકોટના પડધરીમાં ચાલતી ખનીજ ચોરી પર જેમાં ખનીજ ચોરીનો મોટો જથ્થો જડપાયો છે. - At This Time

ખનીજ ચોરીના ખેપિયાઓ પર ખાખીના દરોડા, 1.09 કરોડનો માલ જપ્ત ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક જગ્યાઓ પર ચાલતી ગેરીતિઓ પકડી પાડવામાં આવે છે. સ્થાનિક પોલીસની ઊંઘતી અને સ્થાનિક તંત્રને ઢીલી નીતિ હોવાના અનેક ઉદાહરણો પાડવામાં આવતા હોય છે. ત્યારે આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું છે. રાજકોટના પડધરીમાં ચાલતી ખનીજ ચોરી પર જેમાં ખનીજ ચોરીનો મોટો જથ્થો જડપાયો છે.


ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક જગ્યાઓ પર ચાલતી ગેરીતિઓ પકડી પાડવામાં આવે છે. સ્થાનિક પોલીસની ઊંઘતી અને સ્થાનિક તંત્રને ઢીલી નીતિ હોવાના અનેક ઉદાહરણો પાડવામાં આવતા હોય છે. ત્યારે આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું છે. રાજકોટના પડધરીમાં ચાલતી ખનીજ ચોરી પર જેમાં ખનીજ ચોરીનો મોટો જથ્થો જડપાયો છે.

રાજયમાં સતત નદીકાંઠેથી ચાલતી રેતી ચોરીનો
સિલસિલો યથાવત છે. ફરી વાર એવી જ ઘટના સામે આવી છે.પડધરી તાલુકાના ખાખલાબેડા ગામના સીમ વિસ્તારમાં આવેલી નદીમાંથી ખનીજની ચોરી ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેમાં બાતમીને આધારે ગુજરાતન સ્ટેટ મોનીટરીંગ સેલની શાખા દ્વારા ખાખલાબેડા ગામે આવેલી આજીડેમ નદીકાંઠેથી ચાલતી રેતી ચોરી ઉપર દરોડો પાડી અને હીટાચિ મશીનો તેમજ રેતી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ ત્રણ જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ દ્વારા પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તથા તેમના સાથી કર્મીઓ દ્વારા રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા પડધરીથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે બાતમીના સ્થળ પર જઈને ખનીજ ચોરી પર રેડ કરતા ખનીજ ચોરી ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું. પડધરી તાલુકામાં આવેલી આજી-3 નદીમાંથી રેડ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હિટાચી મશીન તેમજ રેતીનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.

સ્ટેટરીંગ સેલ દ્વારા રેડ કરી સમગ્ર બાબતે 10 જેટલા વ્યક્તિઓ સામે પડદરી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ રેડ દરમિયાન પોલીસે કુલ ત્રણ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે અન્ય સાત જેટલા વ્યક્તિઓ નાસી છૂટયા હોવાનું પણ સામે આવ્યું છે. આ રેડ દરમિયાન મળી આવેલ દસ વ્યક્તિઓ પૈકીના ત્રણ વ્યક્તિઓમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, શનિરાજસિંહ કિશોરસિંહ જાડેજા, રાજેન્દ્ર રણમલ જયસ્વાલની ધરપકડ કરી છે. આ રેડ દરમિયાન નાસી ગયેલા વ્યક્તિઓમાં મહાવીરસિંહ ઉર્ફે ટીનુભા હમીરજી જાડેજા, યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા, રાજદીપસિંહ રણજીતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ સુખદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, ભોલાભાઇ રાજપૂત તથા હિટાચી મશીન મૂકીને નાસી જનાર ડ્રાયવર સહિત સાત ફરાર શખસના નામ લખાવ્યા છે.

તંત્ર ઊંઘતું: ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અહિયાં મોટા પ્રમાણમાં ચાલતી ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. આ ખનીજ માફિયા ઉપર ઘોષ બોલાવી અને સ્થાનિક તંત્ર ઊંઘતું હોય તેમનો સંપૂર્ણપણે લાભ લઇને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી મોટી ખનીજ ચોરી ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે.
તપાસ શરૂ કરી: ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે રેડ દરમિયાન બે હિટાચી મશીન, સ્ટોક કરેલી 7200 મેટ્રિક ટન રેતી, ત્રણ નંગ મોબાઈલ સહિત કુલ 51,09,63,000 નો મુદ્દામાલ કબજે કરી અને ત્રણ જેટલા વ્યક્તિઓની અટકાયત કરી છે. આ રેડ દરમિયાન અટકાયત કરેલા ત્રણ વ્યક્તિઓ તેમજ નાસી છૂટેલા સાત જેટલા વ્યક્તિઓ મળી કુલ 10 જેટલા વ્યક્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ દ્વારા પડધરી પોલીસ મથકમાં આઇ.પી.સી. કલમ 120 (બી), 379, 114 તથા એમ.એમ.આર.ડી એકટની કલમ 4 (એ), 21 મુજબ ગુનો નોંધી સમગ્ર બાબતે વધુ પૂછતાછ અને તપાસ શરૂ કરી હોવાનું પણ સામે આવ્યું છે

રિપોર્ટર - નિખીલ ભોજાણી

9998680503


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.