બાલાસિનોર ના ઘણા ખરા પેટા આરોગ્ય કેન્દ્ર પર તાળા - At This Time

બાલાસિનોર ના ઘણા ખરા પેટા આરોગ્ય કેન્દ્ર પર તાળા


બાલાસિનોર તાલુકામાં હાલ વાઇરસ ઇન્ફેક્શનના કેસો પ્રતિદિન જોવા મળી રહ્યા છે. ત્યારે પેટા આરોગ્ય કેન્દ્રમાં સરકાર દ્વારા વિશેષ અધિકારી ભરતી કરાઈ હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સ્થિતિ કથળેલી જોવા મળે છે. મોટાભાગના પેટાઅારોગ્ય કેન્દ્રોમાં તાળા વાગેલા રહે છે. તબીબો નિયમિત અાવતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. બાલાસિનોર ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે નગરમાં એક સામુહિક આરોગ્ય કેન્દ્રની સગવડ હોવા છતાં સરકાર દ્વારા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારની પ્રજા સુધી સીધી આરોગ્યની સેવાઓ પહોંચે તે હેતુ તાલુકામાં 21 જેટલા પેટા આરોગ્ય કેન્દ્રો લાખો રૂપિયાની ખર્ચે બનાવવામાં આવ્યા છે.
ત્યારે કેન્દ્રમાં ડોક્ટર સમકક્ષ જગ્યાએ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી કરવામાં આવેલ. જેમાં તાલુકાના 21 પૈકી 18 પેટા આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે. ત્યારે મોટાભાગના પેટા આરોગ્ય કેન્દ્રમાં ખંભાતી તાળા વાગેલા જોવા મળે છે. અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ફિલ્ડ વર્ક બતાવી ઘરે આરામ તેમજ અન્ય કામ કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આરોગ્ય પાયાની સુવિધા હોવા છતાં સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે પેટા આરોગ્ય કેન્દ્રમાં તપાસ હાથ ધરીશું. જો કે, હાલ બેવડી સિઝન ચાલી રહી હોય વાયર ઈન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમ ખાસ કરીને શરદી, તાવ તેમજ ખાંસીના દર્દીઅો વધુ જવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય કેન્દ્ર બંધ હોય સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.