એક ખેતરના કુવામાંથી અજાણ્યા યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર - At This Time

એક ખેતરના કુવામાંથી અજાણ્યા યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર


સાપાવાડા ગામની સીમમાં એક ખેતરના કુવામાંથી અજાણ્યા યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર

ઇડર તાલુકાના ઈડર હિંમતનગર હાઇવે રોડ ઉપર નજીક આવેલા એક ખેતરના કુવામાંથી અજાણ્યા યુવક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી હતી ખેતર માલિકના કુવામાં લાશ હોવાનું જણાતા ખેતર માલિકે ઈડર પોલીસ ને જાણ કરતા ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટાફ ફાયર બ્રિગેડ સાથે ઘટનાસ્થળે પહોંચી ઈડર ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ એ કુવામાંથી યુવક યુવતીની લાશ ને બહાર કાઢી બંને લાશને પીએમ અર્થે ખસેડવામાં આવેલ તેમજ પોલીસ એ આગળની વધુ તપાસ હાથ ધરી હાલતો યુવક યુવતીની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.