સુત્રાપાડા ના ગોરખમઢી ગામે થી છ જુગારીને સુત્રાપાડા પોલીસે ઝડપ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zarxirjaeslqvv22/" left="-10"]

સુત્રાપાડા ના ગોરખમઢી ગામે થી છ જુગારીને સુત્રાપાડા પોલીસે ઝડપ્યા


પોલીસે કુલ રૂપિયા 10490 મુદ્દામાલ કબજે લીધો

પ્રાપ્ત વિગત મુજબ સુત્રાપાડા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પો કોન્સ. રજનીભાઈ દેદાભાઈ મોરી સહિત ના સ્ટાફ ને ચોક્કસ બાતમીની હકીકત મળી હતી કે ગોરખમઢી ગામે મેરામણભાઇ ભીખાભાઈ વાજા ની પાનની દુકાન ની પાછળ પાના પત્તા નો જુગાર રમી રહ્યા છે જ્યારે સુત્રાપાડા પોલીસ સ્ટાફ આ ખાનગી જગ્યા પર જતા તીન પત્તીનો જુગાર ચાલી રહ્યો હતો જેમને કોટન કરી છ ઈસમને પકડી પાડી વધુ પૂછપરછ કરતા તેમને પોતાનું નામ મેરામણભાઈ ભીખાભાઈ વાજા. પાંચાભાઇ સરમણભાઇ બાંભણિયા. રાજેશભાઈ બાબુભાઈ બામણીયા. ભુપતભાઈ ટપુભાઈ પરમાર. હિતેશભાઈ પુનાભાઈ મેર. તથા ગોવિંદભાઈ ભુપતભાઈ વાજા રહે ગોરખમઢી જણાવ્યું હતું અને આ તમામ જુગારી પાસેથી રોકડ રકમ 10490 નો મુદ્દા માલ કબજે કરી આ તમામ આરોપી વિરુદ્ધ સુત્રાપાડા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધારેલ.
9898379550


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]