મોટા ખુટવડા કન્યાશાળા ખાતે શાળાના સ્થાપનાદિવસ તેમજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. - At This Time

મોટા ખુટવડા કન્યાશાળા ખાતે શાળાના સ્થાપનાદિવસ તેમજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.


ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા કન્યાશાળા ખાતે શાળાના સ્થાપના દિવસ તેમજ ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ આજરોજ યોજાયો હતો ખુટવડા કન્યા શાળાની સ્થાપના દિવસ 23 માર્ચના રોજ આવતો હોય અને શાળામાં 22,23 માર્ચના રોજ રજા આવતી હોવાથી ખુટવડા કન્યાશાળાનો સ્થાપના દિવસ એડવાન્સમાં ઉજવવામાં આવ્યો હતો, તેમજ ધોરણ 8 ની વિદ્યાર્થી બહેનોના વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા, ધોરણ આઠની વિદ્યાર્થી બહેનોને ભાવભેર વિદાય આપવામાં આવી હતી, કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા
Mo.7567026877
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon