આનંદ બંગલા ચોક પાસેથી પીધેલી હાલતમાં ત્રણ વેપારી ઝડપાયા - At This Time

આનંદ બંગલા ચોક પાસેથી પીધેલી હાલતમાં ત્રણ વેપારી ઝડપાયા


આનંદ બંગલા ચોક પાસેથી દારૂના નશામાં બાઈક લઈ પસાર થતા ત્રણ વેપારીને પોલીસે દબોચી કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ સાવલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મહેશ્વરી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. વિકમા અને આર.કે. નાથાણી વાહન ચેકીંગ કરતા હતા
ત્યરે ત્યાંત્રી બાઈક નં. જીજે 03 ડરીએફ 8151માં પસાર થતા જીતેન્દ્ર કાબા અજુડીયાને અટકાવી તપાસ કરતા દારૂના નશામાં હોવાનું માલુમ પડતા તેની અટક કરી હતી તેમજ ત્યાંથી જ બાઈક લઈ પસાર થયેલ ભાવેશ અશોક ગોરશીયા (ઉ.33) ધંધો વેપાર રહે. શીવભાવના સોસાયટી શેરી નં.2, અને હર્ષ વીઠલ વઘાસીયા (ઉ.30) રહે. બીગબજાર પાછળ, મારૂતી ચોકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.