વિસાવદર ગીર નેચર કલબ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો - At This Time

વિસાવદર ગીર નેચર કલબ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો


વિસાવદર ગીર નેચર કલબ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો
કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
વિસાવદર : તાજેતરમાં ગીર નેચર કલબ વિસાવદર દ્વારા કલબના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા તેમજ મંત્રી રમણીકભાઈ ગોહેલના સયુંકત માર્ગદર્શન તેમજ આયોજન અંતર્ગત વિસાવદર શહેરના પે સેન્ટર કન્યાશાળા ખાતે વિશ્વ ચકલી દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત શાળા કક્ષાએ નિબંધ લેખન, વકતૃત્વ તેમજ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન ગીર નેચર કલબ વિસાવદર ના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓની વિવિધ પ્રજાતિ, તેનું સંરક્ષણ તેમજ પર્યાવરણ જતન વિશે પોતાની ભાવસભર શૈલી માં શાળાની વિદ્યાર્થીનીઓને સમજ પૂરી પાડેલ કાર્યકમ દરમ્યાન યોજાયેલ દરેક સ્પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થીનીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ તમામ સ્પર્ધામાં સહભાગી બનેલ દરેક વિદ્યાર્થીનીઓને ગીર નેચર કલબ વિસાવદર દ્વારા સન્માનપત્ર તેમજ શૈ.કિટ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન જુથ સંસાધન કેન્દ્ર કન્યા પે સેન્ટર ના સંવાહક ખુદાબક્ષ ભાઈ બ્લોચ, શાળા ના આચાર્યા બહેન રૂખસાનાબેન બ્લોચ, વિજયભાઈ વેકરીયા, સોનલબેન વરૂ તેમજ બાબુભાઈ સાયરિયા સહિત ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીર નેચર કલબ વિસાવદર ના મંત્રી રમણીકભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવેલ
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon