મોડાસા ની બી.બી.એ./બી.સી.એ./પી.જી.ડી.સી.એ./એમ.એસ.સી.(સી.એ. એન્ડ આઈ.ટી.) કોલેજ મોડાસા માં વાર્ષિકોત્સવ ઉજવાયો. - At This Time

મોડાસા ની બી.બી.એ./બી.સી.એ./પી.જી.ડી.સી.એ./એમ.એસ.સી.(સી.એ. એન્ડ આઈ.ટી.) કોલેજ મોડાસા માં વાર્ષિકોત્સવ ઉજવાયો.


શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી બંસીલાલ હિરાલાલ ગાંધી બી.બી.એ. કોલેજ, માતૃશ્રી એલ. જે ગાંધી (બાકોરવાળા) બી.સી.એ. કોલેજ એન્ડ ર્ડા. એન. જે. શાહ પી.જી.ડી.સી.એ કોલેજ તથા શ્રીમતિ વી.વી. શાહ એમ. એસ.સી.(સી.એ. એન્ડ આઈ.ટી) કોલેજનો તાઃ૧૧/૦૩/ર૦ર૩ ને શનિવાર ના રોજ શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવિનચંદ્ર આર. મોદીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મુખ્યમહેમાન તરીકે શ્રી પવનભાઈ સોની આસિ.રજીસ્ટ્રાર રક્ષા શકિત યુનિવસિટી ગાંધીનગર તથા ડો. મિતેષભાઈ જયસ્વાલ હેડ ઓફ ડિપાટમેન્ટ બી.બી.એ. સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર ઉપસ્થિત રહી વિદ્યાથીઓને ઉજવળ કારકીદિ માટે સુચનો કયો હતા. અતિથી વિશેષ તરીકે કેળવણી મંડળના માનદ્‌મંત્રીશ્રી અરવિંદભાઈ જે.મોદી તથા રમેશભાઈ પી. શાહ જેવા મહાનુભાવો ની ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમ ના આરંભમાં બી.બી.એ. કોલેજના આચાર્ય ર્ડા.તુષાર એમ. ભાવસાર એ તમામ મહેમાનો ને આવકાર્યા હતા. મંચસ્થ મહેમાનો એે વર્ષ દરમિયાન શિક્ષણક્ષેત્રે રમતગમત ક્ષેત્રે સફળતા મેળવનાર અને કોલેજ તથા યુનિ.ની પરીક્ષા માં પ્રથમ/બીજો/અને ત્રીજો નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓ ઈનામ વિતરણ કરી પ્રોત્સાહીત કર્યા હતા. આ તમામ પ્રવૃતિઓ બીરદાવવામાં આવી હતી. કા આચાર્ય અર્પિતભાઈ જોશીએ વર્ષ ર૦રર–ર૩ના વાર્ષિક અહેવાલ રજુ કર્યા હતા. કાર્યક્રમ ની આભાર વિદ્યિ પ્રા. સંજયભાઈ પટેલએ કરી હતી. કાર્યક્રમ નું સંચાલન પ્રો.રાધાબેન પટેલ પ્રા.દિપીકા કે. ઈસરાની પ્રા. હેમાલીબેન ભ્રમભટ પ્રા. હેમાનીબેન પટેલ પ્રો.પુજાબેન શાહ પ્રો. અંકુર પરમાર એ કર્યુ હતું. વધુ માં કોલેજ ના પ્રભારીમંત્રી અવિંદભાઈ જે. મોદી તથા રમેશભાઈ પી. શાહ તેમજ કોલેજ ના ત્રણે આચાર્ય એ સુંદર આયોજન કરવા બદલ તમામ સ્ટાફમિત્રોને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.....

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.