ધન્વંતરિ આરોગ્ય રથનું ભરૂચના ધારાસભ્યના વરદ્હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પિત કરાઈ
ધન્વંતરિ આરોગ્ય રથનું ભરૂચના ધારાસભ્યના વરદ્હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પિત કરાઈ
ગુજરાત રાજ્ય એટલે વિવિધ માનવીય ફૂલોનો બગીચો જે બગીચામાં ફૂલોની સુગંધ ભળી જાય તેમ દરેક પ્રાંતના લોકો ગુજરાતમાં ભળી ગયા છે. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાથે સૌને પોતાના ખોળામાં લાડ લડાવતું આપણું આ ગુજરાત જેમાં ધનિકો સ્વાસ્થ્ય માટે આર્થિક રીતે લડવા માટે સક્ષમ છે. પરંતુ શ્રમિકોનું શું? ઘણાં એવા શ્રમયોગી હોય છે જે રોજ કમાઈને રોજ ખાય છે એવામાં એ બિમાર પડે તો એ રોજી કમાવવા જશે કે દવાખાને જશે? એ મુંઝવણમાં એમનું સ્વાસ્થ્ય જોખમાય છે એના કારણે ગંભીર બીમારીનો શિકાર બને છે. એવા સમયે સૌની ચિંતામાં જાગૃત રહેતી માનનીય શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સમર્થ અને સંવેદનશીલ સરકાર સર્વે સંતુ નીરામયા શ્લોકને સાર્થક કરતું બાંધકામ શ્રમિકોના આરોગ્યની ચિંતા કરતું એક ડગ ભર્યું છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોના આરોગ્યની ચિંતા કરી ધન્વંતરી રથની શરૂઆત કરી જે બાંધકામ શ્રમિક જે દવાખાના સુધીના પહોંચી શકે એ શ્રમિકો માટે ખુદ હરતું - ફરતું એક આખું દવાખાનું સ્વયં ઈલાજ માટે જાય તે વાત જ કેટલી વંદનીય છે, એ કેટલી ઉત્કૃષ્ટ વિચાર વાળી છે આપડી ગુજરાત સરકારની નેમ છે કે આપણું ગુજરાત રાજ્ય નિરોગી રહે એટલા માટે જ બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા અસંગઠિત શ્રમિકોને મફત આરોગ્યની સેવા બાંધકામના સ્થળે, શ્રમિક વસાહતોમાં તેમજ કડીયાનાકા પર મળી રહે તેવા મિશન સાથે ધન્વંતરી આરોગ્ય રથની સેવા શરૂ કરવામાં આવી.
આ પહેલને આગળ વધુ વેગ આપવા માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા ભરુચ જિલ્લામાં અધ્યતન સુવિધાઓથી સજ્જ નવા ત્રણ ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું.ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સયુંકત ઉપક્રમે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ હસ્તક કાર્યરત ધનવંતરી આરોગ્ય ૨થ્ ને આજે રોજ ભોલાવ ખાતેથી માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા લીલી ઝંડી આપી શ્રમિકોનો ની સેવા માટે રવાના કરાયા હતા
તમામ ધન્વંતરિ આરોગ્ય રથ અદ્યતન ટેકનોલોજી જેવી કે ઓનલાઈન ડેટા ટ્રાન્સફર, જીપીએસ, વગેરે અદ્યતન સંશાધનોથી સુસજ્જ છે અને તમામ ધન્વંતરિ આરોગ્ય રથમાં તાલીમબદ્ધ કર્મચારીગણ દ્વારા તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે
આ સેવા થકી વિવિધ કડીયાનાકાઓ, બાંધકામ સ્થળો, અને શ્રમિક વસાહતોમાં આરોગ્યની પ્રાથમિક સારવારનો લાભ કોઈ પણ બાંધકામ શ્રમિક નિઃશુલ્ક મેળવી શકશે અને બાંધકામ શ્રમિક તરીકે નોંધણી પણ નિઃશુલ્ક કરાવી શકે છે.
ધન્વંતરિ આરોગ્ય રથમાં ઉપલબ્ધ સેવાઓ :-
બાંધકામ શ્રમીકોની નોંધણી:
• બાંધકામ સ્થળો, કડીયાનાકો અને શ્રમિક વસાહતો, ખાતે બાંધકામ શ્રમિકોની વિના મુલ્યે બાધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ-નિર્માણ કાર્ડ બનાવી આપવામાં આવશે.
શ્રમિક પરામર્શ અને યોજનાકીય સહાય.
તબીબી સેવાઓ:-તાવ, ઝાડા, ઉલટીની સારવાર,ચામડીનાં રોગોની સારવાર,સામાન્ય રોગોની સારવાર,નાની ઈજા તેમજ ડ્રેસિંગ વગેરેની સારવાર,રેફરલ સેવા,નાના બાળકોની સારવાર, સગર્ભા માતાની પ્રાથમિક તપાસ
લેબોરેટરી સેવાઓ:-હિમોગ્લોબીનની તાપસ,મેલેરીયાની તપાસ,પેશાબની તપાસ,ડાયાબીટીસ ની તપાસ,
પ્રેગનન્સી ટેસ્ટ,આ સાથે ડોક્ટરની સલાહ મુજબ જરૂરી દવાઓ તદ્દન મફતમાં આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં , ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભરુચ જીલ્લા નિરીક્ષક પી. કે. પટેલ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભરુચ જીલ્લા પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન પટેલ, તેમજ મુખ્ય ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ના ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે, ધનવંતરી આરોગ્ય રથ ના પ્રોજેક્ટ કોર્ડીનેટર સચિન સુથાર, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલભાઈ પટેલ, તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
8153048044
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.