જિલ્લા વહીવટીતંત્રની અનોખી સીએસઆર પહેલ “ માય લિવેબવ અંકલેશ્વર“નો શુભારંભ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sjbdhhior8wxpmob/" left="-10"]

જિલ્લા વહીવટીતંત્રની અનોખી સીએસઆર પહેલ “ માય લિવેબવ અંકલેશ્વર“નો શુભારંભ.


જિલ્લા વહીવટીતંત્રની અનોખી સીએસઆર પહેલ “ માય લિવેબવ અંકલેશ્વર“નો શુભારંભ.

જિલ્લા વહીવટીતંત્ર ભરૂચની અનોખી સીએસઆર પહેલ અંર્તગત અંકલેશ્વર ખાતે આવેલા શારદા હોલ ખાતેથી આજરોજ “ માય લિવેબવ અંકલેશ્વર“નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને દીપપ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવોને પુષ્પછોડ આપી અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે માય લિવેબલ ભરૂચની ટીમ વતી માય લિવેબવ ભરૂચ પહેલ અંર્તગત કરવામાં આવેલી કાર્યપ્રલાણી બતાવી અંકલેશ્વરને કઈ રીતે “માય લિવેબલ અંકલેશ્વર” બનાવી શકાય તે વિષય પર પિક્ટોરિયલ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોના હસ્તે લીવેબલ અંકલેશ્વરના લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ વહીવટીતંત્ર તરફથી એન.આર. ધાંધલ અને ઔધોગિક એકમો વચ્ચે MOUનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જિલ્લામાં આવેલી વિવિધ કંપનીઓ તરફથી સીએઆર પહેલ અંતર્ગત ફંડ માટે સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.

આ વેળાએ ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલે અધ્યક્ષપદેથી પ્રાંસગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, માય લીવેબલ અંકલેશ્વર હેઠળ બોરબાઠાં, સુરવાડી, ગડખોલ, વગેરે જેવી ગ્રામપંચાયતનો પણ સમાવેશ કરાયો છે. અંકલેશ્વર શહેરને ધૂળથી ધમધમતું, ગંદકી ફેલાવતી શહેરની પરિકલ્પના સાથે કરવામાં આવતી હતી. પણ જિલ્લા વહીવટી તંત્રની નવી પહેલ થકી હાલની તમામ ઉપલબ્ધ સુવિધાઓ સાથે રેહવા લાયક અને માણવા લાયક શહેરને છાજે એવી સુવિધાઓ આપણે મળવાપાત્ર થશે. નવીન પહેલ થકી ઉપલબ્ધ સુવિધાઓની સાથે આધુનિક સુવિધાઓ સુસજ્જ બનશે ઔધાગિક નગરી. હરિયાળી, સ્વચ્છ સિટી, અને હુંફાળા વાતાવરણનું નિર્માણ થનારું છે. ત્યારે આપણે પણ લિવેબલ અંકલેશ્વરની પરિકલ્પનાને સફળ બનાવવા સાથ સહકાર આપવો પડશે તેમ તેમણે ઉમેર્યું હતું. -ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ

આ પ્રસંગે કલેક્ટર તુષાર સૂમેરાએ પ્રાંસગિક પ્રવચન આપતા કહ્યું હતું કે, ભરૂચને લિવેબલ બનાવવાના પ્રયત્ન હાલ થઈ રહ્યા છે અને તેનું પરિણામ આપની સમક્ષ છે. આજના શુભદીને દ્રિતિય તબક્કામાં માય લિવેબવ અંકલેશ્વર પહેલનો પણ શુભારંભ કરવા જઈ રહ્યા છે. જ્યારે પ્રજામાં નવા- નવા વિચારો આવે ત્યારે શહેરને નવું મનોબળ સાથે હકારાત્મક એપ્રોચ મળે છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે સમગ્ર ભારત સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વરમાં આવેલી છે. જે ભારતના અર્થતંત્ર માટે હદયની ગરજ સારે છે. ત્યારે અંકલેશ્વરમાં રહેતા લોકોનું જીવન ધોરણ પણ ગુણવત્તાયુક્ત બનવું જ જોઈએ તેવી કલેકટરશ્રીએ નેમ વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ભારતની બેસ્ટ સિટી બનાવવા માટેનું વિઝન રાખી લવેબલ અને લિવેબલ સિટીની નેમ વ્યક્ત કરતા આપણે આપણું શહેર ફકત રહેવાલાયક જ નહી પણ માણવા લાયક બનાવવું છે. એડમિનિસ્ટ્રેશન ટ્રીપ વેળાની ઘટનાઓને ટાંકી પોતાના અનુભવો શેર કરી લિવેબલ શહેરની પરિકલ્પનના સમજાવી અંકલેશ્વરમાં માણવા માટે તમામ ફેસિલિટી સાથે જીવન માણવાનો આઘાર મળે તે પ્રમાણે અંકલેશ્વરને બનાવવું છે.

વધુમાં તેમણે ઉમેરતા કહ્યું હતુ કે, સ્વપ્નના જોઈએ, ત્યારે એ હકીકત બને ત્યારે નગરજનોને આ પહેલનો ભાગ બનવા હાંકલ કરી ઉપસ્થિત ધારાસભ્યશ્રી અને નગરપાલિકા પ્રમુખનો અને સીએસઆર અનુદાનિત કંપનીઓનો આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મરૂતિસિંહ અટોદરીયા, તો અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા, અંકલેશ્વર તાલુકા પ્રમુખ, કારોબારી પ્રમુખ, બાંધકામ સમિતીના ચેરમેન, અંકલેશ્વર ઈન્ટ્રસ્ટીઝ એશોશિયેશનના પ્રમુખ જશુભાઈ ચૌધરી, ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

8153048044


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]