ધંધુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જુનિયર કે.જી ની ક્વિઝ સ્પર્ધા યોજાઈ. - At This Time

ધંધુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જુનિયર કે.જી ની ક્વિઝ સ્પર્ધા યોજાઈ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જુનિયર કે.જી ની ક્વિઝ સ્પર્ધા યોજાઈ.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધંધુકા ખાતે જુનિયર કેજીની થી ધોરણ પાંચ સુધીની ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરેલ જેમાં નાના નાના ભૂલકાઓ એ પોતાની કાલી ઘેલી ભાષામાં ખૂબ જ સુંદર અને ઉત્સાહ સાથે પ્રશ્નોના જવાબ આપેલ જેમાં બાળકોની સાથે સાથે મોટા વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળા પરિવાર ઉત્સાહિત જોવા મળેલ તેમજ જે વિદ્યાર્થી ટીમના નંબર આવેલ તેમને શાળાના આચાર્ય શ્રી તેમજ સિનિયર શિક્ષકો દ્વારા ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ આ પ્રસંગે સંસ્થાના આદ્યસ્થાપક પરમ પૂજ્ય બાપુ સ્વામી શાળાના નિયામક શ્રી ડોક્ટર રઘુવીર સિંહ સાહેબ શાળાના આચાર્યશ્રી રામદેવસિંહ સાહેબ તેમજ શાળા પરિવારે બાળકોને શુભેચ્છાઓ પાઠવેલ આ કાર્યક્રમ દરમિયાન શાળા પરિસર માં આનંદ અને ઉત્સાહનો અનેરો વાતાવરણ જોવા મળેલ હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon